ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 જુલાઈ, 2021
સોમવાર
મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે અશ્લીલ ફિલ્મો બનાવવાના આરોપ હેઠળ બૉલિવુડ ઍક્ટ્રેસ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની 19 જુલાઈએ ધરપકડ કરી હતી. રાજ કુન્દ્રાની સતત ચાર દિવસ પૂછપરછ કર્યા બાદ શુક્રવારે ક્રાઇમ બ્રાન્ચ તેના જુહુના બંગલોમાં પહોંચી હતી. અહીં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીને સામસામે બેસાડીને પૂછપરછ કરી હતી, ત્યારે હવે કેટલાક રિપૉર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન શિલ્પા શેટ્ટી ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગી હતી.
છુપી તિજોરી ખોલશે રાઝ, કુદ્રા ના કબાટમાંથી પોર્નોગ્રાફીનો કબાડ નીકળ્યો… જાણો વિગત
એક ન્યૂઝ રિપૉર્ટમાં જણાવાયું છે કે કેટલાંક પોલીસ સૂત્રો મુજબ રાજ કુન્દ્રાને જ્યારે તેના ઘરે લઈ જવાયો ત્યારે શિલ્પા શેટ્ટી સાથે ખાસ્સી ચર્ચા થઈ. જ્યારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી શિલ્પા શેટ્ટીનું સ્ટેટમેન્ટ લઈ રહ્યા હતા ત્યારે શિલ્પા શેટ્ટી પોલીસ અધિકારીઓની સામે ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગી. એવું પણ જણાવાઈ રહ્યું છે કે પતિ રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટી ડરી ગઈ છે અને અંદરથી તૂટી ગઈ છે. શિલ્પા શેટ્ટી પોતાનું નિવેદન લગભગ બે કલાકમાં નોંધાવી શકી. પોતાના નિવેદનમાં શિલ્પા શેટ્ટીએ પૉર્ન અથવા અશ્લીલ ફિલ્મો બનાવવામાં સામેલ હોવાની સ્પષ્ટપણે ના પાડી છે.