News Continuous Bureau | Mumbai
બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર છેલ્લા ઘણા દિવસોથી લાઈમલાઈટમાં નથી. હાલમાં જ તેણે રણબીર કપૂર સાથે એક ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. જેના ગીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હવે અભિનેત્રી વિશે એક સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શ્રદ્ધા કપૂરનું હવે બ્રેકઅપ થઈ ગયું છે. થોડા સમય પહેલા તેમના લગ્નની પણ ચર્ચાઓ થતી હતી, પરંતુ હવે શ્રદ્ધાના બ્રેકઅપ ના સમાચાર આવી રહ્યા છે.
શ્રદ્ધાએ ક્યારેય તેની રિલેશનશિપ સ્ટેટસ ને ક્યારેય જાહેર કરી નથી પરંતુ બીટાઉનમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે તે ફેમસ ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠા સાથે રિલેશનશિપમાં છે. બંને એક બીજાને તેમના કોલેજના દિવસોથી ઓળખે છે અને સમાચાર તો એવા પણ આવ્યા હતા કે બંને જલ્દી લગ્નના બંધનમાં બંધાઈ જશે. પરંતુ આ તમામ અટકળો વચ્ચે એવા સમાચાર સામે આવ્યા છે કે 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંને અલગ થઈ ગયા છે.એક ન્યૂઝ પોર્ટલે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે 4 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ શ્રદ્ધા અને રોહને તેમના સંબંધોનો અંત લાવી દીધો છે. બંનેએ ફેબ્રુઆરી મહિનામાં જ આ નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે, બંનેના બ્રેકઅપના સમાચાર એ વાતથી પણ વાયુવેગે છે કે રોહન શ્રેષ્ઠે શ્રદ્ધા કપૂરના જન્મદિવસની ઉજવણીમાં હાજરી આપી ન હતી. 3 માર્ચે, શ્રદ્ધા કપૂરે ગોવામાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો અને ત્યાંથી પરત ફરતી વખતે તે એરપોર્ટ પર એકલી જોવા મળી હતી.બ્રેકઅપના સમાચાર પર બંને તરફથી અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી.
આ સમાચાર પણ વાંચો : ઇમ્તિયાઝ અલીની 'ચમકીલા' માટે પરિણીતી ચોપરાએ છોડી દીધી રણબીર કપૂર સાથે ની આ ફિલ્મ!
તમને જણાવી દઈએ કે 'આશિકી 2' અને 'એક વિલન' જેવી ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર શ્રદ્ધા કપૂર આ દિવસોમાં પોતાના કામના પ્રતિબદ્ધતાઓમાં વ્યસ્ત છે. તે હાલમાં રણબીર કપૂર સાથે લવ રંજનની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. આ સિવાય તેની પાસે 'ચાલબાઝ ઇન લંડન' અને વિશાલ ફુરિયાની 'નાગિન' જેવી ફિલ્મો છે.