ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ મે ૨૦૨૧
ગુરુવાર
સબ ટીવી પર આવતા પારિવારિક કૉમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ દર્શકોમાં આગવી છાપ ઊભી કરી છે. આ સિરિયલને લગભગ ૧૩ વર્ષ થઈ ચૂક્યાં છે,છતાં આજે પણ દર્શકો તરફથી એટલો જ પ્રેમ આ સિરિયલને મળી રહ્યો છે.
શોના લીડ ઍક્ટર દિલીપ જોષી રીલ લાઇફમાં જેઠાલાલનું પાત્ર ભજવે છે અને ગડા ઇલેક્ટ્રોનિક્સના માલિક છે. હવે આ દુકાન સેટનો ભાગ છે કે હકીકતે દુકાન છે, આ રસપ્રદ પ્રશ્ન લાખો દર્શકોને મૂંઝવે છે, તો તમને જણાવી દઈએ કે ગડા ઇલેક્ટ્રોનિક્સ દુકાન કોઈ સેટ નથી, પરંતુ સાચી દુકાન છે અને મુંબઈના ખાર રોડ વિસ્તારમાં આવેલી છે. આ દુકાનના માલિક શેખર ગડિયાર છે. તેઓ શો માટે આ દુકાન ભાડે આપે છે. પહેલાં આ દુકાનનું નામ શેખર ઇલેક્ટ્રોનિક્સ હતું, પરંતુ બાદમાં ગડા ઇલેક્ટ્રોનિક્સ તરીકે ઓળખાયા પછી, શેખરે તેનું નામ ગડા ઇલેક્ટ્રોનિક્સ નાખ્યું હતું.
શેખર આ વિશે એક મીડિયા હાઉસને કહે છે કે “પહેલાં મને શૂટિંગ માટે દુકાન ભાડે આપવાનો ડર લાગતો હતો કે માલને કોઈ નુકસાન ન થાય, પરંતુ આજ સુધી કંઈ પણ આવી ઘટના બની નથી. શોને કારણે દુકાન પર હવે ગ્રાહક કરતાં વધુ મુલાકાતીઓ આવે છે. જ્યારે પણ લોકો અહીં આવે છે ત્યારે તેઓ ફોટા પાડવાનું ભૂલતા નથી.”