ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 26 ફેબ્રુઆરી 2022
શનિવાર
બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન અને રોહમન શાલનું બ્રેકઅપ થઈ ગયું છે. સુષ્મિતા અને રોહમન હવે તેમના જીવનમાં આગળ વધી ગયા છે. જોકે, આ બ્રેકઅપ પાછળનું કારણ બહાર આવ્યું નથી. દરમિયાન મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે રોહમન એકતા કપૂરના શો લોક અપમાં જોવા મળશે. હવે તેના પર લેટેસ્ટ અપડેટ સામે આવ્યું છે.
બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત તેના રિયાલિટી શો લોક અપને લઈને ચર્ચામાં છે. આ શોમાં અત્યાર સુધીમાં ત્રણ સ્પર્ધકોના નામ સામે આવ્યા છે. મીડિયા હાઉસ માં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર, એક સૂત્રએ જણાવ્યું કે, રોહમન શૉલને આ શોની ઑફર કરવામાં આવી હતી, પરંતુ તે તેના માટે સંમત થયો છે કે નહીં, તેના વિશે કંઈ કહી શકાય નહીં.સૂત્રે વધુમાં જણાવ્યું કે, રોહમન તેની સંમતિ આપવાનું વિચારી રહ્યો હતો. તે શાંત વ્યક્તિ છે અને સામાન્ય રીતે અંગત બાબતો વિશે વધારે વાત કરતા નથી. પરંતુ તેને 'લોક અપ'ની ઓફર ગમી. જો કે તે નિશ્ચિત છે કે જો તે શોમાં આવશે તો તેના અને સુષ્મિતા સેનના સંબંધો વિશે ઘણી બધી વાતો બહાર આવશે.
ઉલ્લેખનીય છે કે, સુષ્મિતા સેન અને રોહમન શૉલ લગભગ ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. બંને અવારનવાર એકબીજાની પોસ્ટ પર લવ કોમેન્ટ્સ કરતા હતા. ચાહકોને પણ બંનેની જોડી ખૂબ પસંદ આવી હતી. જોકે તેમના બ્રેકઅપથી બધા ચોંકી ગયા હતા. તમને જણાવી દઈએ કે રોહમન એક મોડલ છે.