ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022
સોમવાર
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 13 વર્ષ થી દર્શકો નું મનોરંજન કરી રહ્યું છે. આ શો ના તમામ પાત્રો વારંવાર શોમાં હંગામો મચાવે છે. આવી સ્થિતિમાં જ્યારે શોમાં કોઈ નવા પાત્ર ની એન્ટ્રી થાય છે ત્યારે હંગામો વધુ વધી જાય છે અને હવે ફરી એકવાર શોમાં કોઈ નવા પાત્ર ની એન્ટ્રી થઈ છે, જે થતા ની સાથે જ જેઠાલાલ અને ભીડે વચ્ચે નો મામલો મારામારી સુધી પહોંચી ગયો છે.
SAB ટીવીના હિટ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં નવા સભ્ય પોમ-પોમની એન્ટ્રીને લઈને હંગામો થયો છે. આખરે, આ પોમ-પોમ છે કોણ? તેણે એવું શું કર્યું કે તેની એન્ટ્રીથી બધા હચમચી ગયા. અને આખરે, પોમ-પોમ ને જેઠાલાલ અને ભીડે ના ઝગડા સાથે શું સંબંધ છે, જે તેમની વચ્ચે મોટી લડાઈ બની ગઈ છે. વાસ્તવમાં આ એક બિલાડી છે જેને ગોકુલધામમાં ટપ્પુ સેના દ્વારા આપવામાં આવી છે અને તે બિલાડીના આગમનથી ભારે હોબાળો થયો છે.ગોકુલધામ સોસાયટીમાં એક બિલાડી આવી છે. આ બિલાડીને ગોલી સોસાયટીમાં લઈ આવ્યો છે અને હવે આખી ટપ્પુ સેના તેને પોતાને ત્યાં રાખવા માંગે છે પરંતુ કોઈ તેમને તે બિલાડીને ઘરમાં રાખવા દેશે નહીં, તેથી તેઓ શાંતિથી બિલાડીને ક્લબહાઉસમાં રાખવાનું વિચારી રહ્યા છે.
શાહરૂખ ખાને આ કારણે ફરહાન-શિબાનીના લગ્નમાં ન હતી આપી હાજરી, આવી રીતે પાઠવી શુભેચ્છા; જાણો વિગત
ત્યારબાદ, બિલાડી એ ક્લબ હાઉસ માંથી ગાયબ થઈને ગડબડ કરી. ભીડે નું સ્કૂટર જેને તે સખારામ કહી ને બોલાવે છે બિલાડી એ તેની સીટ ને પોતાના પંજા વડે ખરાબ કરી દે છે, ત્યારબાદ જેઠાલાલ અને ભીડે વચ્ચે વિવાદ થાય છે, પરંતુ આ કોણે કર્યું છે તે કોઈને ખબર નથી. પોમ-પોમનું રહસ્ય બહાર આવશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે.સાથે જ ગોકુલધામના તમામ સભ્યો આ વાતથી અજાણ છે પરંતુ શું થશે જ્યારે આ સત્ય બધાની સામે આવશે કારણ કે અત્યાર સુધી ટપ્પુ સેનાએ બિલાડીની વાત છુપાવી હતી પરંતુ હવે ટૂંક સમયમાં તેનો પર્દાફાશ થવા જઈ રહ્યો છે. અને જયારે સત્ય બહાર આવશે ત્યારે તે સ્વાભાવિક છે કે ટપ્પુ સેના દરેકના નિશાના પર આવશે.