News Continuous Bureau | Mumbai
લોકપ્રિય ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ફેન ફોલોઈંગની (TMKOC)સંખ્યા ઘણી મોટી છે. બાળકોથી લઈને વડીલો સુધી દરેકને તે ખૂબ જ ગમે છે. આ શોનું દરેક ઘરે ઘરે લોકપ્રિય થયું છે. આ જ કારણ છે કે દયાબેનનું પાત્ર ભજવી રહેલી દિશા વાકાણીએ(Disha Vakani) શો છોડી દીધા બાદ દર્શકો તેની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેના પરત ફરવાના સમાચાર દરરોજ સામે આવતા રહે છે, પરંતુ હજુ સુધી દિશા પાછી આવી નથી. હવે સમાચાર છે કે શોમાં દયાબેન માટે નવી અભિનેત્રીનો સંપર્ક કરવામાં આવ્યો છે. રિપોર્ટ્સ અનુસાર પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ ઐશ્વર્યા સખુજા(Aishwarya Sakhuja) આ શોમાં દયાબેનની ભૂમિકામાં વાપસી કરી શકે છે.હવે જ્યારે આ સમાચારો સામે આવ્યા ત્યારે ઐશ્વર્યા સખુજાએ પોતે આ અંગે પ્રતિક્રિયા આપી છે અને તેણે જે કહ્યું તે ખરેખર ચોંકાવનારું છે.
અભિનેત્રી ઐશ્વર્યા સખુજા ટીવીનો જાણીતો ચહેરો પણ છે. ઐશ્વર્યા સખુજાએ ઘણા ટીવી શો (TV show0માં કામ કર્યું છે. તે 'સાસ બિના સસુરાલ', 'મૈં ના ભૂલુંગી', 'ત્રિદેવિયાં' અને 'કૃષ્ણદાસી' જેવા શો કરવા માટે જાણીતી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઐશ્વર્યાને દયાભાભી(Daya Bhabhi role) નો રોલ પસંદ આવ્યો હતો, તેથી તેણે આ રોલ માટે પહેલા ઓડિશન (audition)આપ્યું હતું અને પછી મેકર્સને પણ તે પસંદ આવી હતી. આવી સ્થિતિમાં હવે જૂના ઓડિશનની ક્લિપ કાઢી ને જોવામાં આવી રહી છે અને તેના આધારે કહેવામાં આવી રહ્યું છે કે મેકર્સ ઐશ્વર્યાના નામ પર વિચાર કરી રહ્યા છે અને તેને આ રોલ માટે ફાઈનલ (final)કરવામાં આવી શકે છે પરંતુ હવે ઐશ્વર્યાએ આ અંગે વાત કરી છે. તેણે સ્પષ્ટ કર્યું કે જે મુજબ તેણે આ રોલ માટે ઓડિશન આપ્યું હતું પરંતુ તેને નથી લાગતું કે તે આ શોનો ભાગ બનશે.
આ સમાચાર પણ વાંચો : મોટા પડદા પર આવશે ચેતન આનંદ અને પ્રિયા રાજવંશ ની પ્રેમકહાની-આ સ્ટાર્સ ભજવશે બંને દિગ્ગજોની ભૂમિકા
નોંધનીય છે કે વર્ષ 2017માં દિશા વાકાણીએ શો છોડી દીધો હતો. પરંતુ આટલા વર્ષો પછી પણ પ્રેક્ષકો તેમની હાજરી ચૂકે છે. ઘણીવાર શોમાં તેના કમબેકના (comeback)સમાચાર આવતા રહે છે, પરંતુ બાદમાં આ અફવાઓને ફગાવી દેવામાં આવી હતી. આ વચ્ચે તેના પાત્ર સાથે અન્ય ઘણી અભિનેત્રીઓના નામ પણ જોડાતા જોવા મળ્યા છે, પરંતુ હજુ સુધી કોઈનું નામ ફાઈનલ કરવામાં આવ્યું નથી. જોકે, નિર્માતા અસિત મોદીએ(Asit Modi) તાજેતરમાં જાહેરાત કરી હતી કે તેઓ ટૂંક સમયમાં દયાબેનને રજૂ કરશે.