News Continuous Bureau | Mumbai
ટીવીના સુપરહિટ કોમેડી શોમાંથી એક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોમાં થોડા વર્ષો પહેલા અભિનેત્રી નિધિ ભાનુશાલી સોનુનો રોલ કરતી જોવા મળી હતી. શોમાં તેણે પોતાની માસૂમિયતથી બધાના દિલ જીતી લીધા હતા, પરંતુ રિયલ લાઈફમાં અભિનેત્રી ખૂબ જ બોલ્ડ છે. નિધિ તેના ફોટા શેર કરીને સોશિયલ મીડિયા પર આગ લગાડતી રહે છે.
નિધિ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર તેનો બોલ્ડ અંદાજ જોવા મળે છે. હવે ફરી નિધિના નવા અવતારે લોકોના હોશ ઉડાવી દીધા છે.અભિનેત્રીએ તેના 2 ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આમાં તે બ્લુ કલરની મોનોકીની પહેરેલી જોવા મળી રહી છે. અહીં તે તળાવમાં સ્વિમિંગની મજા લેતી જોવા મળે છે. આ તસવીરોમાં નિધિ ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.
ઉર્ફી જાવેદે દિવાળીની એવી બોલ્ડ રીતે પાઠવી શુભેચ્છા કે સોશિયલ મીડિયા પર ફૂટ્યો બોમ્બ-જુઓ વિડીયો
શો સાથે જોડાયેલા કેટલાક કલાકરો એ 'તારક મહેતા'ને અલવિદા કહી દીધું છે. આમાંથી એક નામ નિધિનું પણ છે. જો કે, નિધિએ શો છોડ્યાને 2 વર્ષથી વધુ સમય વીતી ગયો છે અને આમાં અભિનેત્રીમાં પણ ઘણા ફેરફારો થયા છે. ઘણીવાર તે હજી પણ હેડલાઇન્સમાં રહે છે, જેનું એક ખાસ કારણ છે નિધિની બોલ્ડનેસ. સમય જતાં, તે એટલી બોલ્ડ બની ગઈ છે કે ઘણી વખત લોકો ઓળખી પણ શકતા નથી કે તે એ જ માસૂમ દેખાતી સોનુ છે.