ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાજીનું નામ આવે અને જેઠાલાલનો ચહેરો ના ખીલી ઊઠે એવું કદી બન્યું છે! જ્યારે જ્યારે બબિતાજીનું નામ આવે છે ત્યારે ત્યારે જેઠાલાલનો ચહેરો જ નહીં, પરંતુ તેમનું અંગેઅંગ ખીલી ઊઠે છે. જેઠાલાલ બબિતાજીની સ્ટાઇલના દીવાના છે. હવે એક વાર ફરી બબિતાજીએ એવું રૂપ ધારણ કર્યું છે કે જેઠાલાલ જોતા જ રહી ગયા.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના તાજેતરના એપિસોડમાં ગણેશોત્સવ ઊજવાયો, જેમાં દરેક કલાકારને સ્વતંત્રતાસેનાની બનવાનું હતું અને તેના ઉપર કેટલીક પંક્તિઓ બોલવાની હતી. આવામાં બબિતાજી એની બેસન્ટ બન્યાં છે, જેમણે ભારતની આઝાદીમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બીજી બાજુ, જ્યારે જેઠાલાલ બબિતાજીને જુએ છે ત્યારે બસ એકી ટશે જોતા જ રહી જાય છે. દરમિયાન બબિતાજી ગાઉનમાં નજર આવી રહ્યાં છે.
શ્વેતા તિવારીની હાલત બગડી, હૉસ્પિટલમાં દાખલ; પતિએ માર્યો ટોણો, કહી આવી વાત
છેલ્લાં 13 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દર્શકોનું મનોરંજન કરે છે અને TRPમાં પણ સતત બની રહ્યા છે. શોનું પાત્ર ગમે તે હોય, ચાહકો દરેક પાત્રને સમાન રીતે ચાહે છે. તે વેપારી જેઠાલાલ હોય કે પછી દુકાનમાં કામ કરતા બધા જ કલાકારોએ દર્શકોનાં દિલ જીતી લીધાં છે. આ જ કારણ છે કે શો લૉકડાઉનમાં પણ બંધ થયો ન હતો, પરંતુ શોને વિશેષ એન્ગલ આપીને મુંબઈની બહાર એક રિસોર્ટમાં શૂટ કરવામાં આવ્યો હતો. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ TRPમાં સતત બનેલો સૌથી લાંબો ચાલતો કૉમેડી શો છે, જેણે ત્રણ હજારથી વધુ એપિસોડ પૂરા કર્યા છે.