ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑગસ્ટ, 2021
ગુરુવાર
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નજર આવી ચૂકેલા કલાકારે રિતિક રોશન અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ ‘કોઈ મિલ ગયા’માં ‘જાદુ’ (એલિયન)ની ભૂમિકા ભજવી હતી. રિતિક રોશન અને પ્રીતિ ઝિન્ટાની ફિલ્મ ‘કોઈ મિલ ગયા’ને રિલીઝ થયે 18 વર્ષ થઈ ચૂક્યાં છે. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. જાદુની ભૂમિકા પણ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. ‘કોઈ મિલ ગયા’માં જાદુની ભૂમિકા ઇન્દ્રવદન પુરોહિતે ભજવી હતી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તેઓ દયાબહેનના દૂરના સંબંધીની ભૂમિકામાં નજર આવી ચૂક્યા છે. એક વાર તેઓ દયાબહેનના ભાઈ સુંદરની સાથે શ્રી સાઈ ભક્ત મંડળ ટીમમાં નજર આવી ચૂક્યા છે. સાથોસાથ ઇન્દ્રવદન પુરોહિત કેટલીક ફિલ્મો અને ટીવી શોમાં પણ નજર આવી ચૂક્યા છે. તેઓ દિવ્યાંગ છે. અસલમાં તેમનું કદ વધ્યું જ નહીં. છતાં પણ તેઓ 250થી પણ વધુ ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે.