ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૭ જુલાઈ ૨૦૨૧
બુધવાર
નાના પડદા પર સૌથી પૉપ્યુલર ટીવી શોમાંથી એક ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ટેલિવિઝન રેટિંગ પૉઇન્ટ (TRP) લિસ્ટમાં હંમેશાં ટૉપ-10માં રહે છે. શોના દરેક પાત્રો અને કલાકાર હિટ થઈ ચૂક્યા છે અને આ ટીવી શો 3,000થી વધુ એપિસોડ પૂરા કરવાની સાથે અનેક મામલે રેકૉર્ડ બનાવી ચૂક્યો છે. શોમાં જેઠાલાલના પિતા ચંપકલાલની ભૂમિકા ભજવનારા અમિત ભટ્ટને તો જાણો છો, પરંતુ શું તમે અસલી ચંપકલાલ વિશે જાણો છો?
આવો જાણીએ મહાનાયક દિલીપકુમારની ઉપલબ્ધી અને તેમના જીવનની કેટલીક વાતો
બહુ ઓછા લોકો જાણે છે કે શોમાં દેખાડવામાં આવતું ચંપકલાલનું પાત્ર ચંપકના રિયલ પાત્રથી ખૂબ અલગ છે. શોના સ્ક્રીનપ્લેના હિસાબથી ચંપકલાલ એટલે કે જેઠાલાલના પિતા હંમેશાં ગુસ્સામાં રહેતા એક પિતા છે, જે વાત-વાત પર તેને સંસ્કારોના પાઠ ભણાવે છે, જોકે કૉલમવાળા ચંપકલાલ એક ચેઇન સ્મૉકર છે, જેમના હાથમાં દરેક સમયે બીડી કે સિગારેટ હોય છે. મહત્વનું છે કે ટીવી શો તારક મેહતામાં ચંપકલાલનું પાત્ર 48 વર્ષીય અમિત ભટ્ટ ભજવે છે. 'તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા' ગુજરાતીના જાણીતા કૉલમનિસ્ટ તારક મેહતાની કૉલમ 'દુનિયા ના ઉંધા ચશ્મા'થી પ્રેરિત છે.