ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 2 ફેબ્રુઆરી 2022
બુધવાર
કલર્સ ટીવી અને એકતા કપૂર ફરી એકવાર ટીવી પર સૌથી વધુ ફેમસ બનેલી સુપરહિટ ફેન્ટસી-ફિક્શન ફ્રેન્ચાઈઝી 'નાગિન'ની સિઝન 6 લઈને દર્શકો નું મનોરંજન કરવા આવી રહ્યા છે . આ નવી સિઝનમાં નાગરાણી એટલે કે 'સર્વશ્રેષ્ઠ નાગીન' શોના ઈતિહાસમાં તેના સૌથી શક્તિશાળી દુશ્મન સામે લડવા માટે તમામ હદો પાર કરશે.આ 'સર્વશ્રેષ્ઠ નાગીન' વિશ્વભરમાં ઉભા થયેલા સંકટ સામે લડતી જોવા મળશે કારણ કે તે માનવતા માટે સંકટ બની શકે છે. આ સીરિયલમાં તેજસ્વી પ્રકાશની સાથે ઘણા જાણીતા કલાકારો પણ જોવા મળવાના છે. આ સિરિયલથી કેટલાક કલાકારો ફરીથી ટીવી પર કમબેક કરવા જઈ રહ્યા છે.
મનોરંજન ઉદ્યોગના પીઢ કલાકારો સુધા ચંદ્રન અને ઉર્વશી ધોળકિયા, જેઓ એકતા કપૂર સાથે મળીને શોના વારસાને આગળ ધપાવવા જઈ રહ્યા છે. સુધા સીઝન 3 પછી 'નાગિન' ફ્રેન્ચાઈઝીમાં સીમા (હીરોની માતા) તરીકે પાછી ફરી રહી છે, જ્યારે ઉર્વશી ચાર વર્ષના અંતરાલ પછી ટેલિવિઝન પર પાછી ફરી રહી છે અને તેણે નાયિકાની માતા ઉર્વશીની ભૂમિકા મેળવી છે. બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા નિર્મિત 'નાગિન 6' ટૂંક સમયમાં કલર્સ પર ટેલિકાસ્ટ થશે.
ઉર્વશીનો રોલ મળવા પર ઉર્વશીએ કહ્યું, “હું ચાર વર્ષ પછી ફિક્શન જોનરમાં પાછી આવીને ખૂબ જ ખુશ છું, મારી ખુશી વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી જે મને એકતા કપૂર અને કલર્સની નાગીનની નવી સીઝનમાં ઉર્વશીનો રોલ મેળવી ને મળી રહી છે. ઉર્વશી એક ખુશ-મિજાજ મહિલા છે જે તેની પુત્રીઓનું ખૂબ રક્ષણ કરે છે પરંતુ તે તેના પતિ વિશે અસુરક્ષિત પણ અનુભવે છે. મને ખાતરી છે કે તેનો સ્વચ્છ દિલનો સ્વભાવ દર્શકોને ગમશે અને તેઓ પણ આ શોમાં તેના પાત્રોનો આનંદ માણશે. હું આ ભૂમિકાને ન્યાય આપવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ અને દર્શકોની અપેક્ષાઓ પર ખરી ઉતરીશ."
સુધા ચંદ્રન તેની સીમાની ભૂમિકા ભજવવા ને લઈ ને કહ્યું, “નાગીનમાં સંપૂર્ણપણે અલગ અને નવા કોન્સેપ્ટ સાથે પાછું આવવું ખૂબ જ સારું લાગે છે જે 'નાગિન 3' પછી દર્શકોને આકર્ષિત રાખવાનું વચન આપે છે. ફરી એકવાર એકતા કપૂર અને કલર્સ સાથે કામ કરવું મારા માટે ઘરે પાછા ફરવા જેવું છે.આ સિઝનમાં, હું સીમાનું પાત્ર ભજવવા જઈ રહી છું, જે એક ઉગ્ર માતા અથવા માતા સત્તા જેવી છે જેનાથી દરેક ડરે છે. તેના સુધી પહોંચવું સરળ નથી, પરંતુ તેની એક નમ્ર બાજુ પણ છે. મને ખાતરી છે કે અગાઉની તમામ સિઝનની જેમ આ સિઝનમાં પણ તમામનો પ્રેમ અને સમર્થન મળશે.”