ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 13 ડિસેમ્બર 2021
સોમવાર.
‘મને અને મારા પરિવારને આમંત્રણ આપવા બદલ ઈઝરાયેલના પૂર્વ વડાપ્રધાનનો આભાર. ઈંઇર્અટ્ઠઙ્મઉીઙ્મર્ષ્ઠદ્બી ભેટનો ઉલ્લેખ કરતાં તેમણે લખ્યું, ‘મારી ભગવદ ગીતાઃ જ્યારે હૃદયમાંથી યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે અને યોગ્ય સ્થાને ભેટ આપવામાં આવે છે અને તેના બદલામાં બીજું કશું અપેક્ષિત નથી, તો તે ભેટ હંમેશા શુદ્ધ હોય છે.’ અભિનેત્રીએ જણાવ્યું કે આ મીટિંગમાં બંનેએ એકબીજાને પોતાના દેશની રાષ્ટ્રભાષા પણ શીખવી. ઉર્વશીની ઇઝરાયલની મુલાકાત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધા, મિસ યુનિવર્સ ૨૦૨૧ના સંદર્ભમાં હતી. તેને આ સૌંદર્ય સ્પર્ધામાં જ્યુરી સભ્ય તરીકે આમંત્રિત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ઉર્વશીએ ૨૦૧૫ માં ભારત તરફથી મિસ યુનિવર્સ સ્પર્ધાનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને હવે તે ફરીથી આ પ્લેટફોર્મ પર જજ તરીકે પાછી આવી છે.બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા હાલમાં જ ઈઝરાયેલ ગઈ હતી. ત્યાં તે ઈઝરાયેલના પૂર્વ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને પણ મળી હતી. આ મીટિંગમાં ઉર્વશીએ બેન્જામિન નેતન્યાહુને ભારત તરફથી એક યાદગાર ભેટ આપી હતી. તેણે પૂર્વ વડાપ્રધાનને ‘ભગવદ ગીતા’ અર્પણ કરી હતી. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ માહિતી આપી છે. આ સાથે તેણે બેન્જામિન નેતન્યાહુ સાથેની તસવીર પણ શેર કરી છે.