News Continuous Bureau | Mumbai
કરણ જોહર તેના લોકપ્રિય ચેટ શો 'કોફી વિથ કરણ 7' (Koffee with Karan 7)દ્વારા ફરી એકવાર દર્શકોની સામે આવવા જઈ રહ્યો છે. તેણે શોનું શૂટિંગ શરૂ કરી દીધું છે. કરણે કેટલાક એપિસોડ શૂટ કર્યા છે. આ સિઝનમાં ઘણા મોટા સ્ટાર્સ કરણના કાઉચ પર બેઠેલા જોવા મળશે. આ સમયે સિનેમા જગતમાં જે રીતે સાઉથના સ્ટાર્સ (south star)ચમકી રહ્યાં છે, ત્યાર બાદ ત્યાંના ઘણા કલાકારોને શોમાં બોલાવવામાં આવ્યા હતા. આમાંનું એક નામ છે વિજય દેવેરાકોંડા. વિજય દેવરકોંડા(Vijay Deverkonda) ટૂંક સમયમાં જ ફિલ્મ 'લિગર'થી બોલિવૂડમાં ડેબ્યૂ (bollywood debut)કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મ માં તેની સાથે અનન્યા પાંડે (Ananya pandey) હશે.
આ સમાચાર પણ વાંચો : સાયબર ફ્રોડનો શિકાર બન્યા નિર્માતા બોની કપૂર, લાગ્યો આટલા લાખ નો ચૂનો; જાણો વિગત
'કોફી વિથ કરણ 7'ના એપિસોડ માટે વિજય દેવરકોંડાનું નામ ચર્ચામાં હતું. કરણના શોમાં અનન્યા પાંડે પણ તેની સાથે જોવા મળશે. બંનેએ એપિસોડનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આ એપિસોડમાં વિજય દેવેરકોંડા અને કરણ જોહર વચ્ચે નોન-સ્ટોપ વાતચીત જોવા મળશે. વિજય તેના બોલિવૂડ ડેબ્યૂની (Bollywood debut)કેટલીક રસપ્રદ વાતો જણાવશે.તેની સાથે દિગ્દર્શક પુરી જગન્નાધ અને સહ-નિર્માતા ચાર્મે કૌર એક સેગમેન્ટમાં જોડાશે. આ શોનું શૂટિંગ મુંબઈના YRF સ્ટુડિયોમાં થયું હતું. 'કોફી વિથ કરણ 7'માં આવનાર દરેક મહેમાન કોફીના મગ પર પોતાનો ઓટોગ્રાફ(autograph on coffee mug) સાઈન કરે છે. વિજય દેવરકોંડાએ પણ એવું જ કર્યું. ફેન ક્લબ પેજ પરથી વિજય દેવરકોંડા દ્વારા ઓટોગ્રાફ કરાયેલ કપની તસવીર શેર કરવામાં આવી છે.
That signature – The Vijay Deverakonda #VijayDeverakonda #KaranJohar #koffeewithkaran #TeamDeverakonda pic.twitter.com/HmR9oSwA7K
— Team Deverakonda (@TeamDeverakonda) May 29, 2022
તમને જણાવી દઈએ કે 'લિગર'નું(Ligar) નિર્દેશન પુરી જગન્નાથ દ્વારા કરવામાં આવ્યું છે. તે પેન ઇન્ડિયા(pen India) ની ફિલ્મ છે. આમાં દિગ્ગજ માઈક ટાયસન (mike tyson) કેમિયો રોલમાં જોવા મળશે. આ ફિલ્મ તેલુગુ, તમિલ, હિન્દી, મલયાલમ અને કન્નડ ભાષામાં 25 ઓગસ્ટ 2022ના રોજ રિલીઝ થશે.