ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
સોમવાર
શાહરુખ ખાન અને કાજોલની ઑનસ્ક્રીન જોડી બૉલિવુડની શ્રેષ્ઠ જોડીમાંની એક માનવામાં આવે છે. આજે પણ ‘DDLJ’, ‘બાઝીગ’ર અને ‘કરણ અર્જુન’ ફિલ્મોમાં આ જોડીનો જાદુ ચાહકો પર છવાયેલો છે. કાજોલ અને શાહરુખ છેલ્લે થોડાં વર્ષો પહેલાં ફિલ્મ 'દિલવાલે'માં જોવા મળ્યાં હતાં. આ ફિલ્મમાં પણ શાહરુખ કાજોલના ચાહકોએ તેમની વચ્ચેની કેમિસ્ટ્રીને ખૂબ પ્રેમ આપ્યો હતો. શાહરુખ અને કાજોલનો એકબીજા સાથે કામ કરવાનો અનુભવ અદ્ભુત રહ્યો છે. છતાં એક વાર શાહરુખ ખાને કાજોલનો એક ખૂબ જ ખરાબ રિવ્યૂ બૉલિવુડના અન્ય સુપરસ્ટારને આપ્યો. આ સુપરસ્ટાર બીજું કોઈ નહીં પણ આમિર ખાન હતો. શાહરુખ ખાન અને કાજોલની ફિલ્મ 'બાઝીગર'માં સાથે કામ કર્યા બાદ આમિર ખાન કાજોલ સાથે કામ કરવા ઉત્સુક હતો.
આવી સ્થિતિમાં આમિરે શાહરુખ ખાનને ફોન કરીને કાજોલ અને તેની કામ કરવાની રીત વિશે પૂછ્યું. આવી સ્થિતિમાં શાહરુખ ખાને કાજોલ માટે જે કહ્યું એ એકદમ આશ્ચર્યજનક હતું. ફિલ્મ ‘દિલવાલે’ના શૂટિંગ દરમિયાન શાહરુખે કહ્યું હતું કે તે હવે લગભગ દરેક ફિલ્મના સેટ પર કાજોલને મિસ કરે છે. ‘બાઝીગર’માં પહેલી વાર કાજોલ સાથે કામ કરવા અંગે શાહરુખે કહ્યું હતું કે 'જ્યારે હું ‘બાઝીગર’માં પહેલી વખત કાજોલ સાથે કામ કરતો હતો, ત્યારે આમિર ખાને મને કાજોલ વિશે પૂછ્યું, તે કેવી છે? તે કેવી રીતે કામ કરે છે? પછી મેં આમિરને કાજોલ વિશે કહ્યું કે તે ખૂબ ખરાબ છે, કામમાં ધ્યાન નથી આપતી, તમે તેની સાથે કામ કરી શકશો નહીં. પણ સાંજે મેં ફિલ્મના કેટલાક પાર્ટ્સ જોયા અને કાજોલ પ્રત્યે મારું વલણ બદલાઈ ગયું. એ પછી મેં આમિરને ફોન કર્યો અને કહ્યું કે 'મને ખબર નથી કે તે શું છે, પરંતુ તે સ્ક્રીન પર જાદુ જેવી છે.'
‘આશ્રમ’ની 'પમ્મી પહેલવાન' છે કરોડોની સંપત્તિની માલિક, જાણો અદિતિ પોહનકરની નેટવર્થ વિશે
શાહરુખ ખાને એક વખત કહ્યું હતું કે કાજોલ ખૂબ જ સુંદર અભિનેત્રી છે, આવી સ્થિતિમાં શાહરુખ ઇચ્છતો હતો કે કાજોલ તેની પુત્રી સુહાનાને તેના જેવો અભિનય શીખવે. શાહરુખે કહ્યું હતું કે 'કાજોલ અભિનયમાં ટેક્નિકલ નથી, તે એક પ્રામાણિક અને કુદરતી અભિનેત્રી છે. આ તેની મહાન ગુણવત્તા છે. મારી દીકરી પણ અભિનેત્રી બનવા માગે છે. તેથી હું ઇચ્છું છું કે તે કાજોલ પાસેથી અભિનય શીખે. હું સમજાવી શકતો નથી પરંતુ તે સ્ક્રીન પર જાદુ વિખેરી દે છે.