ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ જૂન ૨૦૨૧
સોમવાર
અભિનેત્રી અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલી માતા-પિતા બન્યાં ત્યારથી જ ચર્ચામાં છવાયેલાં છે. કોરોનાકાળમાં તેમના ઘરે એક સુંદર પુત્રીનો જન્મ થયો હતો, જેનું નામ વામિકા રાખવામાં આવ્યું હતું. હવે ચાહકો આતુરતાથી વામિકાની ઝલક જોવા માટે રાહ જોઈ રહ્યા છે. જોકેવિરાટ-અનુષ્કાએ વામિકાની કેટલીક તસવીરો શૅર તો કરી છે, પરંતુ આ તસવીરોમાં તેનો ચહેરો દેખાતો નથી. એથી ચાહકોઓ વામિકાની એક ઝલક મેળવવા તલપાપડ થઈ ગયા છે.
ચાહકો વામિકા વિશે વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હકીકતે હાલમાં જ વિરાટ કોહલીની બહેન ભાવના કોહલીએ તેના ઇન્સ્ટા ઍકાઉન્ટ પર ‘આસ્ક મી ઍનીથિંગ’ સ્ટોરીઝ નાખી હતી. આ દરમિયાન વામિકા વિશે પણ અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. એક ચાહકે ભાવનાને પૂછ્યું હતું કે શું તે વામિકાને મળી છે અને તેની ભત્રીજી કેવી લાગે છે? ભાવનાએ આ મુશ્કેલ પ્રશ્નનો સરળ જવાબ આપતાં લખ્યું કે ‘હા, હું વામિકાને મળી છું અને તે ખૂબ જ સુંદર નાની અપ્સરા જેવી લાગે છે.”
સુશાંત સિંહની એક નહીં અનેક લવ સ્ટોરી અધૂરી રહી; આટલી અભિનેત્રીઓ સાથે હતું અફેર
ઉલ્લેખનીય છે કે ચાહકોએ ભાવનાને પણ પૂછ્યું કે અનુષ્કા સાથે તેનું બંધન કેવું છે? જેના જવાબમાં તેણે જવાબ આપ્યો, ‘ખૂબ સરસ’.