News Continuous Bureau | Mumbai
છેલ્લા કેટલાક સમયથી સતત ફ્લોપ ફિલ્મોથી પરેશાન હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની નૈયા આખરે શાહરુખ ખાને પાર કરી છે. બોક્સ ઓફિસ પર લાંબા સમય સુધી હિટ ફિલ્મોનો દુકાળ હતો, પરંતુ પઠાણના તોફાને આ દુકાળ નો અંત લાવી દીધો.4 વર્ષ પછી પઠાણ બનીને આવેલા શાહરૂખ ખાને અજાયબી કરી બતાવી છે. આ ફિલ્મ દરરોજ બોક્સ ઓફિસના રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મે દુનિયાભરમાં લગભગ 700 કરોડનો બિઝનેસ કર્યો છે.અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં જ આ ફિલ્મ 1000 કરોડનો આંકડો પાર કરી જશે. આ ફિલ્મની સફળતા બાદ શાહરૂખ ખાનના હાથમાં મોટી ઑફર્સ આવી છે.
આમિર ખાન ના હાથ માંથી સરક્યો આ પ્રોજેક્ટ
કિંગ ખાનને લેવામાં માત્ર ફિલ્મ મેકર્સ જ નહીં, પરંતુ એડ કંપનીઓ પણ પાછળ પડી રહી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, હવે તેને ફોન પેમેન્ટ એપ માટે પણ ઓફર મળી છે, જે પહેલા આમિર ખાન કરી રહ્યો હતો.કંપનીએ આ અંગે શાહરૂખ ખાનનો સંપર્ક કર્યો છે પરંતુ હજુ એ સ્પષ્ટ નથી થયું કે શાહરૂખે આ જાહેરાત માટે હા પાડી છે કે નહીં.મતલબ સ્પષ્ટ છે કે આ જાહેરાત આમિરના હાથમાંથી નીકળીને કિંગ ખાનના હાથમાં ગઈ છે. આવી સ્થિતિમાં લોકો આને પઠાણની સફળતા સાથે જોડી રહ્યા છે. લોકો કહે છે કે આ પઠાણ ઈફેક્ટ છે.
#AamirKhan reportedly not interested in signing brand advertisements post #LaalSinghChaddha and his previous brand #Paytm of india looking to sign #SRK as it's new brand ambassador
— Harminder 🍿🎬🏏 (@Harmindarboxoff) February 2, 2023
આમિર ખાન ની ફિલ્મ દંગલ નો રેકોર્ડ તોડશે શાહરુખ ની ફિલ્મ પઠાણ
રિલીઝના એક અઠવાડિયા બાદ જ ‘પઠાણ’ ભારતમાં 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી ચૂકી છે અને હવે જો નિષ્ણાતોનું માનીએ તો ટૂંક સમય માં આ ફિલ્મ આમિર ખાનની ફિલ્મ ‘દંગલ’ નો 387.38 કરોડનો રેકોર્ડ તોડી નાખશે. આમિર આજે પણ બોક્સ ઓફિસનો બાદશાહ છે, કારણ કે આમિરની ચાર ફિલ્મો ‘દંગલ’, ‘સિક્રેટ સુપરસ્ટાર’, ‘પીકે’ અને ‘ધૂમ 3’ સુપર ડુપર હિટ રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ચાર ફિલ્મોનું વિશ્વવ્યાપી ગ્રોસ કલેક્શન લગભગ 1968 કરોડ, 875 કરોડ, 769 કરોડ અને 556 કરોડનું છે.
Join Our WhatsApp Community