News Continuous Bureau | Mumbai
ભૂતપૂર્વ ‘મિસ વર્લ્ડ’ ઐશ્વર્યા રાય બચ્ચને સાબિત કર્યું છે કે સુંદરતા કાયમ ટકી શકે છે. 49 વર્ષની ઉંમરે પણ અભિનેત્રીને આજે પણ દુનિયાની ખૂબસૂરત મહિલા કહેવામાં આવે છે. તેણીએ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું છે, તેમ છતાં તે હંમેશા ડાઉન ટુ અર્થ રહી છે. તેણે તેની પુત્રી આરાધ્યા બચ્ચનને પણ જમીન પર રહેવાનું શીખવ્યું છે.દુનિયા ઐશ્વર્યા રાય બચ્ચનને ‘બ્લુ-આઈડ બ્યુટી’, ‘ઐશ’ ના જાણે બીજા કેટલાય નામો થી જાણે છે, પરંતુ સાધારણ મહિલા ઐશ્વર્યાને માત્ર તેનો પરિવાર જ જાણે છે. ઐશ્વર્યા રાય બચ્ચને વર્ષ 2007માં પોતાના જીવનના પ્રેમી અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. 2011માં દીકરી આરાધ્યાના જન્મ બાદ દંપતીએ પરેન્ટહુડ અપનાવ્યું હતું.
ઐશ્વર્યા રાય બચ્ચનનું ઉપનામ
ઐશ્વર્યા રાય બચ્ચન તેના ભાઈ આદિત્ય રાયની પત્ની શ્રીમા રાય સાથે પણ ખાસ સંબંધ ધરાવે છે. એકવાર શ્રીમાએ ઐશ્વર્યાનું સૌથી સુંદર ઉપનામ જાહેર કર્યું. હા, અભિનેત્રીનું હુલામણું નામ છે અને તે ‘એશ’ નથી. એકવાર ઇન્સ્ટાગ્રામ પર ‘આસ્ક મી એનિથિંગ’ સેશન દરમિયાન, ઐશ્વર્યાની ભાભી શ્રીમાએ શેર કર્યું કે ઐશ્વર્યા હંમેશા તેના બાળકોની ‘ગુલુ મામી’ રહી છે. ઐશ્વર્યા રાયના ભાઈ આદિત્ય રાય વિશે વાત કરીએ તો, તે અને શ્રીમા એક ડિનર પાર્ટી દરમિયાન મળ્યા હતા. પહેલી જ મુલાકાતમાં બંનેએ એકબીજાને દિલ આપી દીધું હતું. બરાબર એક વર્ષ પછી, આદિત્ય અને શ્રીમાએ સગાઈ કરી અને પછી તેમના પરિવારની હાજરીમાં લગ્ન કર્યા. હાલ બંને બે બાળકોના માતા-પિતા છે.
ઐશ્વર્યા રાયે દીકરી વિશે વાત કરી
આપણે બધા જાણીએ છીએ કે ઐશ્વર્યા એક બિન્દાસ માતા છે અને તેણે એક ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું હતું કે તે તેની પુત્રી વિના જીવી શકતી નથી. એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં ઐશ્વર્યાએ કબૂલાત કરી હતી કે તે તેની પુત્રી આરાધ્યામાં પોતાનું એક મિની વર્ઝન જુએ છે. અભિનેત્રીએ કહ્યું હતું કે, “હું આરાધ્યામાં એક મીની-મી જોઈ શકું છું. હું તેને દરરોજ શાળાએ લઈ જાઉં છું. હું તે કરું છું કારણ કે મને તે કરવાનું ગમે છે. મને તે સમયનો આનંદ આવે છે, જે અમે સાથે વિતાવીએ છીએ.”ઐશ્વર્યા અંદરથી એક મીઠી વ્યક્તિ છે અને તેના નજીકના પરિવારના સભ્યો સાથે તેનું બોન્ડિંગ ખૂબ જ ખાસ છે.
Join Our WhatsApp Community