Sunday, June 4, 2023

બોલિવૂડ બ્યુટી ઐશ્વર્યા રાય ની મુશ્કેલી વધી, આ કારણસર સિન્નાર તહસીલદારે અભિનેત્રી ને પાઠવી નોટિસ

ઐશ્વર્યા ને સિન્નર ના પહાડી વિસ્તારમાં લગભગ 1 હેક્ટર 22 આર જમીનની માલિકી ધરાવે છે. માહિતી સામે આવી રહી છે કે ઐશ્વર્યાએ આ જમીનનો એક વર્ષનો ટેક્સ ભર્યો છે.

by AdminM
aishwarya rai gets notice for not paying tax of land in sinnar

News Continuous Bureau | Mumbai

સદી ના મહાનાયક અમિતાભ બચ્ચનની પુત્રવધૂ અને અભિનેતા અભિષેક બચ્ચનની પત્ની અભિનેત્રી ઐશ્વર્યા રાય ( aishwarya rai ) બચ્ચન મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. ઐશ્વર્યાને બાકી રકમ અંગે નોટિસ મોકલવામાં આવી છે. થોડા દિવસો પહેલા એક સમાચાર આવ્યા હતા કે અમિતાભ બચ્ચન ના પરિવારમાં તણાવ ચાલુ છે. બિગ બી એ તેમની સંપત્તિ અંગે સ્પષ્ટતા કરી હતી કે તેમની મિલકત ના બે ભાગ હશે. પુત્ર અભિષેક બચ્ચનની સાથે પુત્રી શ્વેતા બચ્ચન નંદાને પણ સંપત્તિમાં સમાન અધિકાર મળશે. આ બધાં ની વચ્ચે બચ્ચન પરિવાર પર સંકટ ઉભું થયું છે. અમિતાભ બચ્ચન ની પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચનને સિનર ( land in sinnar ) તહસીલદાર કચેરીએ નોટિસ ( notice  ) પાઠવી છે.

 જાણો શું છે મામલો

વાત એમ છે કે, ઐશ્વર્યા રે બચ્ચન નું નાસિકના સિન્નર જિલ્લાના અડવાડી ગામમાં પવન ઉર્જા કંપનીમાં રોકાણ છે આવકવેરો બચાવવા માટે ઘણા કલાકારોએ સુજલોન વિન્ડ પાવર જનરેશન કંપની માં રોકાણ કર્યું છે. આ કંપની ઐશ્વર્યા રાય બચ્ચનની છે. ઐશ્વર્યા પાસે એક હેક્ટર 22 આર જમીન છે. ઐશ્વર્યાએ આ જમીનનો એક વર્ષનો ટેક્સ ભર્યો છે. ઐશ્વર્યાને આ નોટિસ સિન્નર માં જમીન માટે 22 હજારના ટેક્સ બાકી હોવાના મામલામાં મોકલવામાં આવી છે.

આ સમાચાર પણ વાંચો:  નાટુ-નાટુ નો ક્રેઝ બરકરાર-ગોલ્ડન ગ્લોબ પછી એમએમ કિરવાની એ હવે જીત્યો છે આ એવોર્ડ, પોસ્ટ શેર કરી આપી માહિતી

આ કંપનીઓને પણ નોટિસ મોકલી છે

માર્ચના અંત સુધીમાં વેરા વસૂલાતનો લક્ષ્યાંક પૂરો કરવા માટે મહેસૂલ વિભાગે કાર્યવાહી નો ધમધમાટ શરૂ કર્યો છે. ઐશ્વર્યા રાય બચ્ચન સહિત 1200 બિનખેતી મિલકત માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે. તેમાં ITC મરાઠા લિમિટેડ, હોટેલ લીલા વેન્ચર, બાલવેલ રિસોર્ટ, કુકરેજા ડેવલપમેન્ટ કોર્પોરેશન, એર કંટ્રોલ પ્રાઈવેટ લિમિટેડ, મેટકોન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, છોટાભાઈ પટેલ કંપની, રાજસ્થાન ગમ પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે. સિન્નાર તહસીલને મિલકત માલિકો પાસેથી વાર્ષિક 1.11 કરોડની આવક થવાની ધારણા છે. જેમાંથી 65 લાખ હજુ વસૂલવાના બાકી છે. માર્ચના અંત સુધીમાં રિકવરીનું લક્ષ્ય હોવાથી મહેસૂલ વિભાગે આ પગલું ભર્યું છે.

Join Our WhatsApp Community

You may also like

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

To explore your career & collaborate with us pls write to us on following email id newscontinuous@hotmail.com

@2022 – All Right Reserved. Designed and Developed by News Continuous