News Continuous Bureau | Mumbai
બોલિવૂડના જાણીતા સ્ટાર અજય દેવગનની પુત્રી ન્યાસા દેવગન સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે. ક્યારેક ન્યાસાની નાઈટ પાર્ટીની તસવીરો સામે આવે છે, તો ક્યારેક કાજોલની દીકરી તેના મિત્રો સાથે ફરતી જોવા મળે છે. હાલમાં જ ન્યાસા દેવગન નો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેને કારમાંથી નીચે ઉતરતી વખતે માથામાં ઈજા થઈ હતી. આ બધા પછી હવે ન્યાસા દેવગનનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેના માટે તેને સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. તો આવો જાણીએ શા માટે ન્યાસા દેવગન ને ટ્રોલ કરવામાં આવી રહી છે.
બરાબર હિન્દી બોલી ન શકવાને કારણે ટ્રોલ થઈ ન્યાસા
અભિનેતા અજય દેવગન અને અભિનેત્રી કાજોલની પુત્રી ન્યાસા દેવગન હાલમાં જ એક ઈવેન્ટમાં પહોંચી હતી. અહીં ન્યાસા દેવગન બાળકો સાથે જોવા મળી હતી. ન્યાસા દેવગણે NY ફાઉન્ડેશનના એક કાર્યક્રમમાં હિન્દીમાં ભાષણ આપ્યું હતું, જેમાં તે બાળકોને ભણવા માટે બોલતી જોવા મળી હતી. આ વીડિયો સામે આવ્યા બાદ ન્યાસા સોશિયલ મીડિયા પર ઘણી ટ્રોલ થઈ રહી છે. આ વાયરલ વીડિયોમાં ન્યાસા દેવગન બરાબર હિન્દી બોલી શકતી નથી, જેના કારણે તેને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. તો ચાલો જોઈએ ન્યાસા દેવગનનો વાયરલ વીડિયો
The little speech of nysa devgan about importance of Education pic.twitter.com/MBvX06EZh3
— kamal shekhar (@kamalshekhar3) February 20, 2023
યુઝર્સે આપી આવી પ્રતિક્રિયા
ન્યાસા દેવગનના આ વીડિયો પર કોમેન્ટ કરીને યુઝર્સે તેની ખૂબ મજાક ઉડાવી હતી. કોઈએ ન્યાસા દેવગનની તુલના કેટરિના કૈફ સાથે કરી અને કહ્યું કે,આવું હિન્દી તો કેટરિના કૈફ શરૂઆતમાં પણ નહોતી બોલતી. તો કોઈએ લખ્યું કે ‘બિગ બોસ ઈચ્છે છે કે તમે માત્ર હિન્દી ભાષાનો ઉપયોગ કરો’. અન્ય એક યુઝરે લખ્યું, ‘વાહ શું ભાષણ’, આ સિવાય ઘણા યુઝર્સ કાજોલના મીમ્સ શેર કરી રહ્યા છે.
Join Our WhatsApp Community