News Continuous Bureau | Mumbai
અજય દેવગન ને જ્યારે પૂછવામાં આવ્યું કે તેણે અન્ય બોલિવૂડ સ્ટાર્સ સાથેની મિત્રતામાં દુશ્મનાવટ કેવી રીતે આવવા દીધી નથી? આ સવાલનો જવાબ આપતાં અભિનેતાએ કહ્યું હતું કે, ‘અમે ભલે એકબીજાને વધુ ન મળીએ પરંતુ અમે વાત કરતા રહીએ છીએ. દરેક વ્યક્તિ એકબીજાથી માત્ર એક કૉલ દૂર છે.” જ્યારે જરૂર પડે ત્યારે અમે એકબીજાને ટેકો આપીએ છીએ. અક્ષય, સલમાન, શાહરૂખ, અભિષેક, અમિત જી, સુનીલ શેટ્ટી, સંજુ… અમે એકબીજા પર વિશ્વાસ કરીએ છીએ અને એકબીજાની પડખે ઊભા છીએ.’
અજય દેવગને કરી સોશિયલ મીડિયા ની નકારાત્મક વિશે વાત
સોશિયલ મીડિયાની નકારાત્મકતા વિશે વાત કરતાં અજય દેવગને કહ્યું, ‘તમારા દર્શકોની થોડી ટકાવારી ટ્રોલ્સ બનાવે છે. સામાન્ય માણસોને ફિલ્મો અને ફિલ્મસ્ટાર્સની ચિંતા કરવા કરતા બીજી હજારો ચિંતાઓ હોય છે. તેઓ ટ્રેલર જોશે. અને જો તેઓને તે ગમશે, તો તેઓ કદાચ ફિલ્મ જોશે. અને ફિલ્મ જોયા પછી, તેઓ કદાચ તેમના મિત્રો અને પરિવાર સાથે તેની ચર્ચા કરશે. મને નથી લાગતું કે તેઓ કોઈપણ ટ્રેલર અથવા મૂવી વિશે ઑનલાઇન ટિપ્પણીઓ પોસ્ટ કરશે.મેં આસપાસ પૂછ્યું અને લોકોએ મને કહ્યું કે તેઓએ આવું ક્યારેય કર્યું નથી. તેથી, મને ખબર નથી કે કેટલી નકારાત્મકતા થાય છે. મેં તેને અવગણવાનું શીખી લીધું છે અને મારા બાળકોને પણ એમ કરવાનું કહ્યું છે.’
અજય દેવગન નું વર્ક ફ્રન્ટ
નોંધપાત્ર વાત એ છે કે ‘દ્રશ્યમ 2’ની સફળતા બાદ અજય દેવગન ટૂંક સમયમાં ‘ભોલા’માં જોવા મળશે. તે તમિલ ફિલ્મ ‘કૈથી’ની સત્તાવાર રિમેક છે. તેનું નિર્દેશન પણ અજય જ કરી રહ્યો છે. આ ફિલ્મમાં તબ્બુ ફરી એકવાર તેની સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.
Join Our WhatsApp Community