News Continuous Bureau | Mumbai
બોલિવૂડ અભિનેતા અક્ષય કુમારે તેની કેનેડાની નાગરિકતા છોડવાનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં, દરેક ફિલ્મની રિલીઝ સમયે, અભિનેતાને કેનેડાની નાગરિકતા માટે ટ્રોલ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર તેને ખરી ખોટી સંભળાવવામાં આવે છે. આ જ કારણ છે કે હવે તેની ફિલ્મ ‘સેલ્ફી’ ની રિલીઝના એક દિવસ પહેલા, અભિનેતાએ માહિતી આપી છે કે તેણે ભારતીય પાસપોર્ટ માટે અરજી કરી છે અને તેની કેનેડિયન નાગરિકતા છોડી દેવાનો છે.
કેમ લીધી હતી કેનેડા ની નાગરિકતા
અક્ષય કુમારે એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “જ્યારે લોકો મારી નાગરિકતા પર સવાલ ઉઠાવે છે ત્યારે મને ખરાબ લાગે છે. તેઓ કેનેડાની નાગરિકતા લેવા પાછળનું કારણ જાણ્યા વિના મને ખરી ખોટી સંભળાવે છે. મારા માટે ભારત જ સર્વસ્વ છે… મેં જે કંઈ કમાવ્યું છે, મને જે પણ મળ્યું છે, તે અહીંથી જ મળ્યું છે અને હું ભાગ્યશાળી છું કે મને ભારતને પાછું આપવાનો મોકો મળી રહ્યો છે. જ્યારે લોકો કંઈપણ જાણ્યા વિના કંઈક કહે છે ત્યારે ખરાબ લાગે છે….”અક્ષય કુમાર ઉમેરે છે, “એક સમય એવો હતો જ્યારે મેં 15 થી વધુ ફ્લોપ ફિલ્મો આપી હતી. તે 1990ના દાયકાની વાત હતી. મારી ફિલ્મો ના નબળા બોક્સ ઓફિસ પર્ફોર્મન્સે મને કેનેડાની નાગરિકતા લેવા માટે પ્રેરિત કર્યો. ખરેખર, હું પરેશાન હતો. મારી ફિલ્મો ચાલતી નહતી અને કામ કરવાનું હતું. પછી હું સલાહ માટે મારા મિત્ર પાસે ગયો. મારો મિત્ર કેનેડામાં રહે છે. તેણે કહ્યું ‘અહીં આવ’. મેં નાગરિકતા માટે અરજી કરી અને મને નાગરિકતા મળી ગઈ.”
કેમ કેનેડા ના ગયો અક્ષય કુમાર
અક્ષય કુમારે આગળ કહ્યું, “મારું નસીબ સારું હતું. 15 ફ્લોપ પછી બે ફિલ્મો સુપરહિટ થઈ. મારા મિત્રે કહ્યું, ‘પાછા જાઓ, ફરીથી કામ શરૂ કરો’. મને કેટલીક વધુ ફિલ્મો મળવા લાગી. હું ભૂલી ગયો કે મારો પાસપોર્ટ ક્યાંનો છે? મેં આ વિશે ક્યારેય વિચાર્યું નથી. પણ હા] હવે મેં મારો પાસપોર્ટ બદલી માટે આપી દીધો છે.” તમને જણાવી દઈએ કે, આજે એટલે કે 24 ફેબ્રુઆરીએ અક્ષય કુમારની ફિલ્મ ‘સેલ્ફી’ સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે ઈમરાન હાશ્મી પણ મહત્વના રોલમાં છે.
Join Our WhatsApp Community