News Continuous Bureau | Mumbai
વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ આ વર્ષે સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. પરંતુ, સાથે જ આ ફિલ્મ વિવાદોથી પણ ભરેલી રહી હતી. તાજેતરમાં ગોવામાં આયોજિત 53મા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) ના છેલ્લા દિવસે પણ આ ફિલ્મ ચર્ચામાં રહી હતી. જ્યુરીના વડાએ ( IFFI jury head ) આ ફિલ્મ પર સવાલો ઉઠાવ્યા છે. આટલું જ નહીં, જ્યુરીના વડા અને ઇઝરાયેલના ફિલ્મ નિર્માતા નદવ લેપિડે ( Nadav lapid ) આ ફિલ્મને પ્રચાર ફિલ્મ ગણાવી છે. સાથે જ તેણે તેને ‘ભદ્દી’ ફિલ્મ ( vulgar and propaganda ) પણ ગણાવી છે. લેપિડે આ ફેસ્ટિવલના સમાપન સમારોહ દરમિયાન જણાવ્યું હતું. આ દરમિયાન કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર પણ હાજર હતા. ફિલ્મ સ્ટાર અનુપમ ખેરે ( Anupam Kher ) આ નિવેદન માટે જ્યુરી ચીફ લેપિડ પર નિશાન સાધ્યું હતું.તેમજ ફિલ્મ નિર્માતા અશોક પંડિતે તેને કાશ્મીરીઓનું અપમાન ગણાવ્યું હતું.
જ્યુરીના વડા અને ઇઝરાયેલના ફિલ્મ નિર્માતા નાદવ લેપિડે શું કહ્યું
“All of us were disturbed and shocked by the film #KashmirFiles, which felt to us as a propaganda vulgar movie, inappropriate for the artistic competitive section of such a prestigious film festival.” – IFFI Jury Head Nadav Lapid.
Kudos to the Jury for calling a spade a spade 🙌 pic.twitter.com/YU6ddw4lQ1
— Siddharth (@DearthOfSid) November 28, 2022
નદવ લેપિડે પણ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મનું સ્ક્રીનિંગ જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. નાદવ લેપિડે ( Nadav lapid ) ફિલ્મની ટીકા કરી અને એટલું કહી દીધું કે તે ફેસ્ટિવલની સ્પર્ધામાં સામેલ થવાને પણ લાયક નથી. તેણે કહ્યું કે આ ફિલ્મ માત્ર પ્રચાર માટે છે. નદવે કહ્યું, ‘આ ફિલ્મ જોઈને અમે બધા ચોંકી ગયા અને પરેશાન થઈ ગયા. આ એક વલ્ગર ( vulgar ) ફિલ્મ છે. આ ફિલ્મ પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલના સ્પર્ધાત્મક વિભાગ માટે યોગ્ય નથી.
આ સમાચાર પણ વાંચો: મેં કઈ ખોટું નથી કહ્યું’ ચેતન ભગતે ઉર્ફી જાવેદને આપ્યો પલટવાર જવાબ.
ફિલ્મ ની આલોચના થી નાખુશ અનુપમ ખેરે આપ્યો જવાબ
झूट का क़द कितना भी ऊँचा क्यों ना हो..
सत्य के मुक़ाबले में हमेशा छोटा ही होता है.. pic.twitter.com/OfOiFgkKtD— Anupam Kher (@AnupamPKher) November 28, 2022
અનુપમ ખેરે ટ્વીટ કરીને લખ્યું કે, “જૂઠની ઊંચાઈ ભલે ગમે તેટલી ઊંચી હોય. સત્યની સરખામણીમાં તે હંમેશા નાનું હોય છે. આ સાથે જ ફિલ્મમેકર અશોક પંડિતે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.અશોક પંડિતે ટ્વીટ કરીને લખ્યું, સૌથી મોટી ભૂલ માહિતી અને પ્રસારણ મંત્રાલય વતી નાદવ લેપિડને IFFI જ્યુરીના વડા બનાવવાની હતી.એટલા માટે મંત્રાલયમાં આ ગુના માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ. પેલેસ્ટાઈનના સહાનુભૂતિ ધરાવનાર પાસેથી શું અપેક્ષા રાખી શકાય?
#NadavLapid’s selection as the jury head of #IFFI53Goa is a major lapse on behalf of I&B ministry.
Hence heads of those in the ministry, who are responsible for this crime, should roll. What does one expect from a Palestine sympathiser?!#KashmirFiles
— Ashoke Pandit (@ashokepandit) November 28, 2022
આવી હતી ધ કાશ્મીર ફાઇલ્સ ની વાર્તા
અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી અને પલ્લવી જોશી અભિનીત વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ 11 માર્ચ, 2022ના રોજ રિલીઝ થઇ હતી. આ ફિલ્મે થિયેટરોમાં પણ સારો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મમાં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચારો બતાવવામાં આવ્યા છે. ફિલ્મ રીલિઝ થયા બાદ તેમાં બતાવવામાં આવેલી ઘટનાઓના તથ્યો પર પહેલા સવાલો ઉભા થયા હતા.
આ સમાચાર પણ વાંચો: સિતાંશુ કોટક બાંગ્લાદેશ પ્રવાસ પર ભારત A ના કોચ બનશે
Join Our WhatsApp Community