News Continuous Bureau | Mumbai
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ( virat kohli ) વર્ષ 2023ની પ્રથમ સદી ફટકારી( century ) છે. આ શાનદાર ઇનિંગ બાદ ફેન્સ તેને સોશિયલ મીડિયા પર સતત અભિનંદન આપી રહ્યા છે. વિરાટે શ્રીલંકા સામે શાનદાર બેટિંગ કરતા 45મી સદી ફટકારી છે. આ પ્રદર્શન બાદ કોહલીએ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. આ દરમિયાન તેની પત્ની અનુષ્કાએ ( anushka sharma ) પણ સદી બાદ પોતાની પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક તસવીર શેર કરી છે.
અનુષ્કાએ ખાસ રીતે કરી ઉજવણી
આ ફોટો ટીવીનો છે જેમાં ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ ચાલી રહી છે. ટીવી પર વિરાટની સદી ફટકાર્યા પછી, તે તેના બેટ અને હેલ્મેટ ઉભા કરીને ઉજવણી કરતો જોવા મળે છે. અનુષ્કાએ આ ફોટો સાથે હાર્ટ ઈમોજી પણ શેર કરી છે. વિરાટે આ મેચમાં 80 બોલમાં શાનદાર સદી ફટકારી હતી. જોકે, તે 48 મી ઓવરમાં આઉટ થતાં પેવેલિયન પરત ફર્યો હતો. જણાવી દઈએ કે અનુષ્કાને ક્રિકેટની રમત ખૂબ જ પસંદ છે. જ્યારે પણ ભારતની મેચ હોય છે, ત્યારે તે ઘણીવાર સ્ટેડિયમમાં અથવા ટીવી પર તેના પતિ અને ભારતીય ટીમને સપોર્ટ કરતી જોવા મળે છે.
આ સમાચાર પણ વાંચો: એસ એસ રાજામૌલી ની ફિલ્મ ‘RRR’એ ‘ગોલ્ડન ગ્લોબ 2023’માં રચ્યો ઈતિહાસ, આ કેટેગરી માં જીત્યો એવોર્ડ
અનુષ્કા એક ક્રિકેટરની ભૂમિકામાં જોવા મળશે
અનુષ્કા ને ઘણી વખત પોતાની પુત્રી વામિકા સાથે સ્ટેડિયમમાં મેચની મજા માણતી જોવા મળી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા ટૂંક સમયમાં ‘ચકડા એક્સપ્રેસ’ માં જોવા મળશે. આ ફિલ્મમાં અનુષ્કા ઝુલન ગોસ્વામી ના રોલમાં જોવા મળશે. મળતી માહિતી મુજબ, આ ફિલ્મ આ વર્ષે ફેબ્રુઆરીમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
Join Our WhatsApp Community