News Continuous Bureau | Mumbai
યુએસમાં કેલિફોર્નિયાના બેવર્લી હિલ્સ માં બેવર્લી હિલ્ટન ખાતે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સની 80મી આવૃત્તિ શરૂ થઈ ગઈ છે. વિશ્વભરની શ્રેષ્ઠ ફિલ્મો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં સ્પર્ધામાં છે. પરંતુ આ વખતે ભારતીય ફિલ્મ પ્રેમીઓ માટે ખાસ સમાચાર છે કારણ કે એસએસ રાજામૌલી ની ફિલ્મ ‘RRR’ ને બે કેટેગરીમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ ( golden globe 2023 ) માટે નોમિનેટ કરવામાં આવી છે. જેના કારણે આ એવોર્ડ સમારોહ ને લઈને ભારતીય દર્શકોમાં ખાસ ઉત્તેજના છે. બ્લોકબસ્ટર ફિલ્મ ‘RRR’ ને 80મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં બેસ્ટ નોન-અંગ્રેજી ફિલ્મ અને બેસ્ટ ઓરિજિનલ સોંગ મોશન પિક્ચર (તેલુગુ ગીત નાતુ નાતુ) ( naatu naatu ) કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. 12 ડિસેમ્બર 2022 ના રોજ 2023 માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ( won the award ) સમારોહ માટે નામાંકનો ની જાહેરાત કરવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો: Gautam Adani meets Raj Thakrey : મુંબઈ ખાતે ગૌતમ અદાણી રાજ ઠાકરેને મળ્યા. ચર્ચાનું બજાર ગરમ
ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં રેડ કાર્પેટ પર RRR ની ટીમ
ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ 2023 માં RRR ની ટીમ પણ પૂરા સ્વેગ સાથે આવી હતી. ફિલ્મના ડાયરેક્ટર એસએસ રાજામૌલી, જુનિયર એનટીઆર અને રામ ચરણ ફુલ સ્ટાઈલમાં જોવા મળી રહ્યા છે.
The staRRRs have arrived!! #GoldenGlobes #GoldenGlobes2023 pic.twitter.com/l8MN8GUBjC
— RRR Movie (@RRRMovie) January 11, 2023
RRR ને મળ્યો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ
RRR 80મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં ચમક્યું.નાટુ નાટુ ગીત માટે એમએમ કીરવાણીને શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ મળ્યો.
The winner for Best Song – Motion Picture is @mmkeeravaani for their song “Naatu Naatu” featured in @rrrmovie! Congratulations! 🎥✨🎵 #GoldenGlobes pic.twitter.com/ePaXzJ1AoL
— Golden Globe Awards (@goldenglobes) January 11, 2023