News Continuous Bureau | Mumbai
બોલિવૂડના જાણીતા ફિલ્મ સર્જક કરણ જોહર,(Karan Johar) જે હંમેશા નેપોટિઝમના મુદ્દે ઘેરાયેલા રહે છે, તે આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ (Rocky aur Rani ki prem kahani)માં વ્યસ્ત છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ પણ પૂર્ણ થઈ ગયું છે. આ દરમિયાન આ ફિલ્મ વિશે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. ખરેખર, તાજેતરના સમાચારો અનુસાર, કરણ જોહર દ્વારા નિર્દેશિત આલિયા ભટ્ટ અને રણવીર સિંહની લવ સ્ટોરીમાં વધુ બે સ્ટાર કિડ્સની(star kids) એન્ટ્રી થઈ છે.
બે વધુ એટલે કે, સૈફ અલી ખાન નો પુત્ર ઈબ્રાહિમ અલી (Ibrahim ali khan)ખાન કરણ જોહરની આ ફિલ્મ સાથે પહેલા થી જ જોડાયેલો હતો. હવે અરબાઝ ખાન અને મલાઈકા અરોરાનો દીકરો અરહાન ખાન(Arhan khan) અને માધુરી દીક્ષિત અને ડૉ. શ્રીરામ નેનેનો દીકરો અરિન નેને(Arin Nene) પણ આ ફિલ્મ સાથે જોડાયો છે. વાસ્તવમાં, ઇબ્રાહિમ અલી ખાન ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ સાથે આસિસ્ટન્ટ ડિરેક્ટર(assistant director) તરીકે જોડાયેલો છે. આ ફિલ્મથી તેની ફિલ્મી કરિયરની શરૂઆત થઈ હતી. રસપ્રદ વાત એ છે કે આ સફરમાં તે એકલો નથી. એક ન્યૂઝ પોર્ટલ ના એક રિપોર્ટ અનુસાર, તેની સફરમાં ફિલ્મ સ્ટાર અરબાઝ ખાન અને અભિનેત્રી માધુરી દીક્ષિતનો પુત્ર પણ સામેલ છે. ઈબ્રાહિમ અલી ખાન ઉપરાંત અરહાન ખાન અને અરિન નેને પણ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ માં આસિસ્ટન્ટ ડિરેક્ટરની જવાબદારીઓ(director) સંભાળી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : ફરમાની નાઝ નહિ પરંતુ આ 18 વર્ષની છોકરી છે હર હર શંભુ ગીત ની મૂળ ગાયિકા- બે મહિના પહેલા રિલીઝ થયું હતું ગીત-જાણો તે ગાયિકા વિશે
એક તરફ કરણ જોહર નેપોકિડ્સને(nepo kids) કામ આપવા બદલ સતત ટ્રોલ કરવામાં આવે છે. બીજી તરફ, આ બાબતોને ધ્યાનમાં લીધા વિના, કરણ જોહર સતત તેના પરિવારને વધારવામાં વ્યસ્ત છે. ઇબ્રાહિમ અલી ખાન, અરહાન ખાન અને અરીન નેને તેની ગેંગ(gang) ના નવા સભ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આવનારા દિવસોમાં કયો સ્ટારકીડ(starkids) આ મોટા ફિલ્મી પરિવાર સાથે જોડાય છે.