News Continuous Bureau | Mumbai
ટેલીવિઝન (Television) જગતના જાણીતા સિરિયલ(TV serial) ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’(TMKOC) ઘણા વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આ શોમાં જોવા મળતા તમામ કલાકારો(characters) ખૂબ જ ખાસ છે. આ શોના કારણે તેની સ્ટારકાસ્ટે (Starcast) ઘર ઘરમાં અલગ ઓળખ બનાવી છે. જો કે લાંબા સમયથી ચાલતા આ શોમાં દર્શકો(Viewers)ને દયાબેન(Daya Ben) ની ખોટ હજુ પણ સાલે છે.
અવાર નવાર દયાબેનના રોલ માટે નવી નવી અભિનેત્રીના નામ મીડિયા સામે આવતા રહે છે, પણ બધા નામ અફવા બનીને રહી જાય છે. એવામાં ફરી એકવાર અભિનેત્રી કાજલ પીસલ(Kajal Pisal) દયાબેનનું પાત્ર નિભાવશે એવા સમાચાર મીડિયામાં વહેતા થયા છે પણ મેકર્સે(Makers) કે અભિનેત્રી(Actress) તરફથી નિવેદન નહતું આવ્યું. જોકે, નિર્માતા અસિત મોદી(Maker Asit Kumar Modi)એ આ વિશે પ્રતિક્રિયા આપી છે.
આ સમાચાર પણ વાંચો :તારક મહેતાનો ટપુ હવે એક્ટિંગ કરિયર ને આગળ વધારવા આ કરવા માંગે છે
અસિત કુમાર મોદીએ કાજલ પિસલના સમાચાર વિશે કહ્યું કે, આ ખબરમાં કોઈ હકીકત નથી. મને ખબર નથી કે આ અફવા કોણ ફેલાવી રહ્યું છે. કાજલ પિસલ(Kajal Misal) કોણ છે તે પણ મને ખબર નથી. હુ તો તેને ક્યારેય મળ્યો પણ નથી. પહેલા પણ અનેક એક્ટ્રેસ(Actress)ના નામ સામે આવ્યા છે. જેના વિશે મને કોઈ ખબર નથી.
અસિત મોદી(Asit Modi)એ દયાબેનની વાપસી પર વાત કરતા કહ્યુ કે, અત્યાર સુધી કંઈ ફાઈનલ (final) થયું નથી. નવા દયાબેન માટે ઓડિશન(audition) ચાલી રહ્યાં છે, પરંતુ કોઈ એક્ટ્રેસને ફાઈનલ કરવામાં આવ્યા નથી. દયા માટે કાસ્ટિંગ થશે તો હકીકત આપોઆપ સામે આવી જશે. અમે ત્યારે જ સત્તાવાર જાહેરાત કરીશું.
આ સમાચાર પણ વાંચો : દેસી ગર્લ પ્રિયંકાએ બતાવ્યો દીકરી માલતીનો ચહેરો- કહો કોના જેવી લાગે છે- જુઓ ફોટોગ્રાફ્સ