News Continuous Bureau | Mumbai
હોલીવુડના પ્રખ્યાત નિર્દેશક જેમ્સ કેમરોનની બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ ( avatar 2) ટૂંક સમયમાં જ દુનિયાભરમાં રીલીઝ ( releasing )થવા જઈ રહી છે. ફિલ્મના આ બીજા ભાગમાં દર્શકોને એક અલગ જ દુનિયામાં સફર કરવા મળશે. આ ફિલ્મ 16 ડિસેમ્બરે સિનેમાઘરોમાં આવશે, પરંતુ તે પહેલા ભારતમાં એક વિવાદ સામે આવ્યો છે. અહેવાલ છે કે આ ફિલ્મ હવે ( kerala ) કેરળના 400 થિયેટરોમાં ( theaters ) રિલીઝ ( banned ) નહીં થાય.
પૈસા નું કારણ આવ્યું સામે
અહેવાલ છે કે ‘અવતાર 2’ ના નિર્માતાઓ થિયેટરના અધિકારો વેચવા માટે ઘણા પૈસાની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં કેરળમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે તમિલ અને તેલુગુ રાજ્યોમાં થિયેટરમાં રિલીઝ માટે આ ફિલ્મની 100-150 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. આ એટલા માટે પણ છે કારણ કે ફિલ્મના પ્રથમ ભાગની વિશ્વવ્યાપી સફળતાને ધ્યાનમાં રાખીને, તેની સિક્વલ પણ હિટ થવાની ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો: ગુજરાતમાં પ્રથમ તબક્કાની 89 બેઠક પર મતદાન શરૂ. અહીં જાણો એવી વિગત જે તમને આજના વોટીંગ વિશે ખબર હોવી જોઈએ.
કેરળમાં ફિલ્મની રિલીઝ પર મુકવામાં આવ્યો પ્રતિબંધ
હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેરળમાં ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ફિલ્મ એક્ઝિબિટર્સ યુનાઈટેડ ઓર્ગેનાઈઝેશન ઓફ કેરળ (FEUOK) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે કારણ કે વિતરકો રિલીઝના પ્રથમ સપ્તાહમાં થિયેટર માલિકો પાસેથી કમાણીનો 60 ટકા હિસ્સો માંગી રહ્યા હતા. જે ઘણો છે કારણ કે થિયેટરોના માલિકો સામાન્ય રીતે કમાણીનો 50% આપે છે. જો કે, ‘અવતાર 2’ માટે, તેણે 55% શેર ઓફર કર્યો હતો પરંતુ વિતરકો 60% પર અડગ હતા.આવી સ્થિતિમાં, FEUOK દ્વારા નિયંત્રિત લગભગ 400 થિયેટરોએ‘અવતારઃ ધ વે ઓફ વોટર’ પર પ્રતિબંધ મૂક્યો છે.
Join Our WhatsApp Community