News Continuous Bureau | Mumbai
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય નિર્દેશક ( directed ) વિવેક અગ્નિહોત્રીની ( vivek agnihotri ) ફિલ્મ ( movies ) ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ( The Kashmir Files ) માર્ચ 2022માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ઓછા બજેટવાળી આ ફિલ્મે ઘણી કમાણી કરી હતી. આ ફિલ્મને લઈને ઘણો વિવાદ થયો હતો. ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફરી એકવાર ચર્ચામાં આવી છે. વાસ્તવમાં, ઇઝરાયેલના ફિલ્મ નિર્માતા નદાવ લેપિડે આ ફિલ્મ વિશે કહ્યું છે કે તે પ્રચાર આધારિત છે. ચાલો જાણીએ કે વિવેક અગ્નિહોત્રીએ ( career ) ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ સિવાય કઈ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે.
ધન ધના ધન ગોલ
વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ધન ધના ધન ગોલ’ ફિલ્મમાં જ્હોન અબ્રાહમ, બિપાશા બાસુ અને અરશદ વારસી જોવા મળ્યા હતા. ફિલ્મ ‘ધન ધના ધન ગોલ’નું ગીત ‘બિલ્લો રાની’ ખૂબ ફેમસ થયું હતું.આ ફિલ્મ વર્ષ 2009માં રિલીઝ થઈ હતી.
ચોકલેટ
વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મ ‘ચોકલેટ’ પણ બનાવી હતી. દિગ્દર્શક તરીકે આ તેમની પ્રથમ ફિલ્મ હતી. ફિલ્મ ‘ચોકલેટ’માં અનિલ કપૂર, સુનીલ શેટ્ટી, ઈરફાન ખાન, ઈમરાન હાશ્મી, અરશદ વારસી, તનુશ્રી દત્તા જેવા કલાકારો જોવા મળ્યા હતા.આ ફિલ્મ વર્ષ 2005માં રિલીઝ થઇ હતી.
આ સમાચાર પણ વાંચો: Dharavi Redevelopment : અદાણી ગ્રુપ ધારાવીને રિડેવલપ કરશે; પાંચ હજાર કરોડની બોલી જીતી
બુદ્ધ ઈન અ ટ્રાફિક જામ
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘બુદ્ધ ઈન અ ટ્રાફિક જામ’ વર્ષ 2016માં રીલિઝ થઈ હતી. આ ફિલ્મ એક પોલિટિકલ ડ્રામા હતી. ફિલ્મ ‘બુદ્ધા ઇન અ ટ્રાફિક જામ’માં અરુણોદય સિંહ, અનુપમ ખેર, માહી ગિલ અને પલ્લવી જોશી જોવા મળ્યા હતા.
હેટ સ્ટોરી
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘હેટ સ્ટોરી’ વર્ષ 2012માં રિલીઝ થઈ હતી. ફિલ્મ ‘હેટ સ્ટોરી’માં નિખિલ દ્વિવેદી, ગુલશન દેવૈયા અને પાઉલી ડેમ જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન્સ બતાવવામાં આવ્યા હતા.આ કારણે આ ફિલ્મ ની ખુબ ચર્ચા થઇ હતી.
ઝિદ
ફિલ્મ ‘ઝિદ’નું નિર્દેશન વિવેક અગ્નિહોત્રીએ કર્યું હતું. ફિલ્મમાં કરણવીર શર્મા, મનારા ચોપરા અને શ્રદ્ધા દાસ જોવા મળ્યા હતા. ફિલ્મ ‘ઝિદ’માં પણ ઘણા બોલ્ડ સીન્સ હતા.આ ફિલ્મ વર્ષ 2014માં રિલીઝ થઈ હતી.
આ સમાચાર પણ વાંચો: આ લિસ્ટ વાંચી લ્યો. આ તમામ ફાઇનાન્સિયલ કામ ડિસેમ્બરમાં કરવાના છે. નહીં તો નાણાંકીય દંડ ભરવો પડશે
ધ તાશ્કંદ ફાઈલ
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, નસીરુદ્દીન શાહ, શ્વેતા બાસુ પ્રસાદ, પકંજ ત્રિપાઠી, પલ્લવી જોશી અને રાજેશ શર્માએ ભૂમિકા ભજવી હતી. ફિલ્મ ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ની વાર્તા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના રહસ્યમય મૃત્યુની આસપાસ ની વાર્તા બતાવવામાં આવી હતી.
ધ કાશ્મીર ફાઇલ્સ
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વર્ષ 2022માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’માં કાશ્મીરી પંડિતો પરના અત્યાચારની કહાની બતાવવામાં આવી છે. આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી તે સતત ચર્ચામાં છે.
Join Our WhatsApp Community