News Continuous Bureau | Mumbai
બોલિવૂડની બોલ્ડ અભિનેત્રી ( actress ) બિપાશા બાસુ ( bipasha basu ) અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં તે માતૃત્વનો આનંદ માણી રહી છે. બિપાશા અવારનવાર તેની બેબી ગર્લ સાથેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. ચાહકો તેની પોસ્ટ પર ઘણો પ્રેમ વરસાવે છે. બિપાશા તેના પરિવાર સાથે વધુ સમય વિતાવે છે અને તમામ યાદગાર પળો ચાહકો સાથે શેર કરે છે. ચાહકો તેના સંબંધિત દરેક અપડેટ ની આતુરતાથી રાહ જોતા હોય છે. આજે બિપાશા બાસુનો ( birthday ) જન્મદિવસ છે. બિપાશા આજે તેનો 43મો જન્મદિવસ ઉજવી રહી છે. આ અવસર પર આવો જાણીએ બિપાશા સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો…
પતિ કરણ સિંહ ગ્રોવર કરતા વધુ અમીર છે બિપાશા
બિપાશા નો જન્મ 7 જાન્યુઆરી 1979 ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. બિપાશા છેલ્લે 2015 માં આવેલી ફિલ્મ ‘અલોન’ માં જોવા મળી હતી. બિપાશા હાલના દિવસોમાં ફિલ્મોથી દૂર હોવા છતાં વૈભવી જીવન જીવે છે. જીવનશૈલીના મામલે બિપાશાને કોઈ હરાવી શકે તેમ નથી. સંપત્તિ ના મામલે બિપાશા તેના પતિ કરણ સિંહ ગ્રોવર ( karan singh grover ) કરતા ઘણી આગળ છે. રિપોર્ટ્સ અનુસાર, બિપાશા બાસુ તેના પતિ કરણ કરતા સાત ગણી વધુ અમીર છે. બિપાશાની નેટવર્થ 15 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 111 કરોડ છે અને તેના પતિ કરણ સિંહ ગ્રોવર ની સંપત્તિ 2 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 15 કરોડ છે.
આ સમાચાર પણ વાંચો: કાર્તિક આર્યન અને શ્રદ્ધા કપૂર ની થઇ ‘તેજાબ’ ની રીમેક માંથી એક્ઝીટ! હવે આ સુપરસ્ટાર્સ ભજવી શકે છે અનિલ કપૂર અને માધુરી દીક્ષિત ની ભૂમિકા
બિપાશાની કમાણી
બિપાશા બાસુ ઘણી મલ્ટીનેશનલ કંપનીઓ ની જાહેરાતોમાંથી મોટી કમાણી કરે છે. હકીકતમાં, બિપાશાએ રિબોક, એરિસ્ટોક્રેટ લગેજ, ફા ડીઓડરન્ટ, ગિલી જ્વેલરી, કેડિલા સુગર ફ્રી ગોલ્ડ, હેડ એન્ડ સોલ્ડર શેમ્પૂ સહિત ઘણી કંપનીઓ માટે જાહેરાત કરી છે. આ દ્વારા તેણે મોટી રકમની કમાણી કરી છે. આટલું જ નહીં તેણે માત્ર 17 વર્ષની ઉંમરે મોડલિંગ કરિયરની શરૂઆત કરી હતી. બિપાશા બાસુ ઘણા સ્ટેજ શો પણ કરે છે. તે એક શો માટે લગભગ બે કરોડ રૂપિયા લે છે. આ સાથે તે 40 થી વધુ મેગેઝિનના કવર પેજ પર પણ જોવા મળી છે. બિપાશા જ્યારે ફિલ્મોમાં કામ કરતી હતી ત્યારે તે એક ફિલ્મ માટે બેથી ત્રણ કરોડની તગડી ફી લેતી હતી.
ઘર અને કાર કલેક્શન
બિપાશા પાસે તેની મનપસંદ લક્ઝરી કાર નું વિશાળ કલેક્શન છે. બિપાશા બાસુ પાસે તેના કાર કલેક્શનમાં પોર્શ કેયેન છે, જેની કિંમત કરોડોમાં છે. આ સિવાય અભિનેત્રી પાસે ઓડી, ફોક્સવેગન બીટલ જેવા લક્ઝરી વાહન છે. બિપાશા પાસે મુંબઈ ના પોશ વિસ્તારમાં બે ઘર છે, જેની કિંમત કરોડોમાં છે. તેમજ કોલકાતામાં તેનું ઘર છે. તેની કિંમત પણ કરોડોમાં જણાવવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો: શું ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ માં કમબેક કરશે મોહસીન ખાન અને શિવાંગી જોશી? મેકર્સે ની એક પોસ્ટ પર થી લગાવવામાં આવી રહ્યો છે કયાસ
Join Our WhatsApp Community