News Continuous Bureau | Mumbai
SAB ટીવીનો લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ઘણા વર્ષોથી લોકોનો પ્રિય છે. જો કે, અત્યાર સુધીમાં ઘણા પાત્રો બદલવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી ‘દયાબેન’ એટલે કે દિશા વાકાણીનું કોઈ રિપ્લેસમેન્ટ આવ્યું નથી. સમયાંતરે એવા અહેવાલો આવ્યા હતા કે દિશા વાકાણી ટૂંક સમયમાં પુનરાગમન કરશે, પરંતુ અત્યાર સુધી એવું બન્યું નથી. હવે શોના નિર્માતા અસિત મોદીએ દિશા વાકાણી એટલે કે દયાબેનની વાપસીને લઈને નવો ખુલાસો કર્યો છે.
દયાબેન ની વાપસી પર બોલ્યા અસિત મોદી
તાજેતરમાં, જ્યારે શોના નિર્માતા અસિત મોદી ને શોમાં દયાબેનનું પાત્ર ભજવતી દિશા વાકાણીના પુનરાગમન વિશે પૂછવામાં આવ્યું, તો તેણે કહ્યું – અમે બધા ઈચ્છીએ છીએ કે જૂની દયાબેન એટલે કે દિશા વાકાણી શોમાં આવે. પરંતુ હવે તે પોતે પોતાના પરિવારને પ્રાથમિકતા આપી રહી છે. આવી સ્થિતિમાં તેના માટે પુનરાગમન કરવું મુશ્કેલ છે. જોકે, હવે ગોકુલધામ સોસાયટીમાં ટપ્પુ આવી ગયો છે, નવી દયા ભાભી પણ ટૂંક સમયમાં આવશે. બસ થોડી રાહ જુઓ.અસિત મોદીના કહેવા પ્રમાણે, દયા ભાભી માટે નવો કલાકાર શોધવો એટલો સરળ નથી. આ સાથે અમારે દરરોજ એક એપિસોડ પણ શૂટ કરવાનો હોય છે. પરંતુ અમે પ્રેક્ષકોની કાળજી રાખીએ છીએ અને અમે તેમની માંગને સમજી શકીએ છીએ. હું અને મારો ગોકુલધામ પરિવાર પણ દયા ભાભીને મિસ કરી રહ્યા છીએ. પરંતુ હું એટલું જ કહેવા માંગુ છું કે દયા ભાભી ટૂંક સમયમાં શોમાં જોવા મળશે.
આ કારણે દિશાનું પુનરાગમન નથી થઇ શક્યું
તમને જણાવી દઈએ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની શરૂઆત 2008માં થઈ હતી. ત્યારથી લઈને 2017 સુધી દિશા વાકાણીએ શોમાં દયાબેનનું પાત્ર ભજવ્યું હતું. જોકે, 2017માં દિશા પ્રેગ્નન્સીને કારણે મેટરનિટી લીવ પર ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેના પુત્રના જન્મ પછી, દિશા શોમાં પુનરાગમન કરવા માંગતી હતી, પરંતુ તેના પતિ મયુર પડિયા અને અસિત મોદી વચ્ચે વાત બની ન હતી. આટલું જ નહીં દિશાના પતિએ પ્રોડ્યુસરની સામે કેટલીક શરતો મૂકી, જેને તેણે સ્વીકારવાની ના પાડી. આ જ કારણ છે કે 6 વર્ષ પછી પણ દિશા શોમાં પરત ફરી શકી નથી.
Join Our WhatsApp Community