News Continuous Bureau | Mumbai
લોકપ્રિય સેલિબ્રિટી દંપતી ગુરમીત ચૌધરી-દેબીના બેનરજી ટેલી ટાઉનની સૌથી પ્રતિભાશાળી અને જાણીતી વ્યક્તિઓમાંની એક છે. આ બંને પ્રેક્ષકોના પ્રિય યુગલ છે.રામાયણ શોમાં સાથે કામ કરતી વખતે દેબીના અને ગુરમીત પ્રેમમાં પડ્યા હતા. ત્યારબાદ બન્ને 15 ફેબ્રુઆરી 2011 ના લગ્ન કરી લીધા. આ દંપતીએ એપ્રિલ 2022માં તેમની પ્રથમ બાળકી ને જન્મ આપ્યો અને નવેમ્બર 2022માં ફરીથી બીજી બાળકીના માતા-પિતા બન્યા. હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે દેબીના ની તબિયત ખરાબ છે અને તે ઈન્ફલ્યુએન્ઝા B વાયરસથી પીડિત છે.
દેબીના થઇ ઈન્ફલ્યુએન્ઝા બી વાયરસથી સંક્રમિત
દેબીના બેનર્જી હાલમાં જ તેના પરિવાર સાથે શ્રીલંકા ગઈ હતી. શ્રીલંકાથી પરત આવ્યા બાદ તે થોડા દિવસોથી બીમાર હતી. ચેકઅપ કરાવ્યા બાદ તેને ખબર પડી કે તેને ઇન્ફ્લૂએન્ઝા બી વાયરસ નો ચેપ લાગ્યો છે. જો કે, ગુરમીત ચૌધરી અને તેની બે પુત્રીઓ લિયાના અને દિવિશાને તેનો ચેપ લાગ્યો નથી. અભિનેત્રી પણ તેના રિકવરી સ્ટેજ પર છે. આ વિશે દેબીના ના સ્પોક પર્સને એક નિવેદન જારી કરીને આ અંગેની માહિતી આપી છે. નિવેદન અનુસાર, “હું જણાવવા માંગુ છું કે તે (દેબીના) સ્વસ્થ થઈ રહી છે. તે સારી સાવચેતી રાખી રહી છે અને હેલ્થી ખોરાક લઈ રહી છે. તે પોતાના બાળકોથી દૂર રહીને તેમની સંભાળ રાખે છે. તે ટૂંક સમયમાં સ્વસ્થ થઈને ફરી પાછી આવશે. દેબીનાએ તેની ઈન્સ્ટા સ્ટોરી પર પણ આ વિશે માહિતી આપી છે. તેણે કહ્યું કે તે તેની દીકરીઓથી દૂર છે. તેને તાવ અને કફ જેવા લક્ષણો છે.
દેબીના બેનરજી નું વર્ક ફ્રન્ટ
દેબીના ના વર્ક ફ્રન્ટ વિશે વાત કરતાં, દેબીના ‘રામાયણ’, ‘ચિડિયા ઘર’, ‘સંતોષી મા’, ‘તેનાલી રામા’, ‘અલાદ્દીન – નામ તો સુના હોગા’ અને વધુ સહિતના શોનો ભાગ રહી ચુકી છે. આ સાથે જ , તેણીએ ડાન્સ રિયાલિટી શો નચ બલિયે 6 માં પણ ભાગ લીધો હતો અને લોકપ્રિય સ્ટંટ-આધારિત શો ‘ખતરોં કે ખિલાડી 5’ માં સ્પર્ધક હતી. આ ઉપરાંત, અભિનેત્રીએ અન્ય ઘણા રિયાલિટી શોમાં પણ મહેમાન ભૂમિકા ભજવી હતી.
Join Our WhatsApp Community