News Continuous Bureau | Mumbai
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે 4 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં બીજીવાર લગ્ન કર્યા છે. આ અગાઉ કપલે 13 મે, 2020 ના રોજ, મુંબઈમાં કોર્ટ મેરેજ કર્યા હતા પરંતુ તે સમયે કોવિડને કારણે ધામધૂમ કરવામાં આવી ન હતી. જેના કારણે હાર્દિક-નતાશાએ ફરીથી લગ્ન કરીને તેમની અધૂરી ઈચ્છા પૂર્ણ કરી હતી.હવે કપલ ના લગ્ન ના ફોટા અને વિડીયો સામે આવી રહ્યા છે.
કપલ નો ડાન્સ વિડીયો થયો વાયરલ
લગ્ન પછી આ સુંદર કપલે જોરદાર ડાન્સ કર્યો, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે લગ્નની કેટલીક તસવીરો હાર્દિક અને નતાશાએ પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા પહેલાથી જ શેર કરી હતી. ક્રિકેટરે તેના લગ્ન માટે કાળો સૂટ પહેર્યો હતો જ્યારે નતાશા સફેદ ગાઉનમાં સુંદર લાગતી હતી. બંને એકસાથે ખૂબ જ સુંદર લાગતા હતા. હાર્દિક અને નતાશાને એક બાળક પણ છે જેનો જન્મ 2020માં થયો હતો. તેમના પુત્ર અગસ્ત્યએ લગ્નમાં બેબી-ફિટ ટક્સીડો સૂટ પહેર્યો હતો.
#HardikPandya and #natashastankovic’s after party sure looked super fun! Watch the happy couple dance their hearts out here! #TrendingNow #HardikPandya𓃵 #hardikpandyawedding pic.twitter.com/pSX5RsnJ8n
— Pinkvilla (@pinkvilla) February 15, 2023
આવી રીતે થઇ હતી કપલ ની પહેલી મુલાકાત
હાર્દિકે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે નતાશાને પહેલીવાર નાઈટ ક્લબમાં મળ્યો હતો. ત્યારે નતાશાને હાર્દિક પંડ્યા ક્રિકેટર હોવાની જાણ નહોતી. આ મુલાકાત પછી બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ, પછી આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બંનેએ થોડા સમય માટે એકબીજાને ડેટ પણ કર્યા પછી હાર્દિક પંડ્યાએ 1 જાન્યુઆરી 2020 ના રોજ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ક્રુઝ પર નતાશાને રોમેન્ટિક રીતે પ્રપોઝ કર્યું. બંનેએ સગાઈ કરી અને પછી એ જ વર્ષે મે મહિનામાં કોર્ટ મેરેજ કર્યા.
Join Our WhatsApp Community