News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટર રિતિક રોશન પોતાની પ્રોફેશનલ લાઈફ ની સાથે પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. ઘણા સમયથી એવું કહેવામાં આવી રહ્યું છે કે રિતિક રોશન સિંગર સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. રિતિક રોશન અને સબા આઝાદ ઘણીવાર સાથે જોવા મળે છે. જો કે, બંને એ તેમના સંબંધો ને લઈને ક્યારેય કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ દરમિયાન રિતિક રોશન અને સબા આઝાદ ફરી એકવાર સાથે જોવા મળ્યા છે. વાસ્તવમાં રિતિક રોશનની બહેન સુનૈના રોશનના જન્મદિવસના અવસર પર બંને ફરી એકવાર સાથે જોવા મળ્યા હતા.
સુનૈના રોશને ઉજવ્યો તેનો જન્મદિવસ
રિતિક રોશનની બહેન સુનૈના રોશને તેનો 51 મો જન્મદિવસ ઉજવ્યો હતો. રિતિક રોશનની માતા પિંકી રોશને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જન્મદિવસના ઉજવણી ની તસવીર શેર કરી છે. આ તસવીરમાં રિતિક રોશન નો આખો પરિવાર જોવા મળી રહ્યો છે. આ સાથે જ તેની કથિત ગર્લફ્રેન્ડ સબા આઝાદ પણ દેખાઈ રહી છે. આ સાથે પિંકી રોશને કેપ્શન લખ્યું, ‘મારી પ્રિય પુત્રી સુનૈના રોશનને જન્મદિવસની શુભેચ્છા. મારો સૂર્યપ્રકાશ, મારું જીવન, મારા ધબકારા. તારી ખુશીનો અર્થ તારા આખા પરિવાર માટે વિશ્વ છે. અમે તને પ્રેમ કરીએ છીએ. અમે અમારા જીવનને રંગોથી ભરવા માંગીએ છીએ.’
View this post on Instagram
સુનૈના રોશનનું અંગત જીવન
તમને જણાવી દઈએ કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર ડાયરેક્ટર અને એક્ટર રાકેશ રોશન અને પિંકી રોશન ની દીકરી સુનૈના રોશન ફિલ્મી બેકગ્રાઉન્ડ હોવા છતાં પણ લાઈમલાઈટથી દૂર રહે છે. સુનૈના રોશને બે લગ્ન કર્યા છે. તેના પહેલા લગ્ન આશિષ સોની સાથે થયા હતા પરંતુ વર્ષ 2000માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. બંનેને એક પુત્રી સુર્નિકા છે. આ પછી સુનૈના રોશને વર્ષ 2009માં બિઝનેસમેન મોહન નાદર સાથે લગ્ન કર્યા.
Join Our WhatsApp Community