News Continuous Bureau | Mumbai
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાંથી ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. દિવંગત અભિનેતા ઈરફાન ખાનની ફિલ્મ પાન સિંહ તોમરના લેખક સંજય ચૌહાણનું ( sanjay chauhan ) 12 જાન્યુઆરીની સાંજે મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન ( passes away ) થયું હતું. તેમણે 62 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. સંજય લિવરની બીમારીથી પીડિત હતો. પાન સિંહ તોમર ઉપરાંત તેણે આઈ એમ કલામ ( i am kalam ) જેવી ફિલ્મો પણ લખી છે. તેમના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે.
આ ફિલ્મ ની પણ લખી હતી વાર્તા
આ બે બાયોપિક્સ લખવા ઉપરાંત સંજય ચૌહાણે તિગ્માંશુ ધૂલિયા સાથે ‘સાહેબ બીવી ઔર ગેંગસ્ટર’ પણ લખી છે. વર્ષ 2011માં આવેલી ફિલ્મ ‘આઈ એમ કલામ’ માટે તેમને શ્રેષ્ઠ વાર્તા નો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. ‘મેને ગાંધી કો નહીં મારા’ અને ‘ધૂ’પ પણ ચૌહાણ દ્વારા લખાયેલી ફિલ્મોમાંની એક છે.તેમના પરિવારમાં પત્ની સરિતા અને પુત્રી સારા છે.
આ સમાચાર પણ વાંચો: અરે વાહ શું વાત છે, દહીસર થી બાંદ્રા ના રુટ પરના નવા મેટ્રો સ્ટેશનની રોનક બદલાઈ. જુઓ ફોટોગ્રાફ અને વીડિયો.
પત્રકાર હતા સંજય ચૌહાણ
ઓનલાઈન રિપોર્ટ્સ અનુસાર, ચૌહાણનો જન્મ અને ઉછેર ભોપાલમાં થયો હતો. તેમના પિતા ભારતીય રેલ્વેમાં કામ કરતા હતા, જ્યારે તેમની માતા એક શાળા માં શિક્ષક હતી. સંજય ચૌહાણે દિલ્હીમાં પત્રકાર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી અને સોની ટેલિવિઝન માટે ક્રાઈમ આધારિત ટીવી શો ‘ભંવર’ લખ્યા પછી 1990માં મુંબઈ આવી ગયા.