ટીવી એક્ટ્રેસ ( actress ) હેતલ યાદવના ( hetal yadav ) ફેન્સ માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ટીવીના સૌથી ફેમસ શો ઈમ્લીમાં ( imlie ) શિવાની રાણાની ભૂમિકા ભજવનાર હેતલને કાર અકસ્માત ( car accident ) થયો છે. રવિવારે રાત્રે શૂટિંગ કરીને ઘરે પરત ફરતી વખતે હેતલની કારને ટ્રકે ટક્કર મારી હતી. જોકે, ગભરાવાની કોઈ વાત નથી, હેતલ સુરક્ષિત છે.
એક્ટ્રેસે આપી મીડિયા ને માહિતી
મીડિયામાં આવેલા અહેવાલો અનુસાર, હેતલ રવિવારે રાત્રે શૂટિંગ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહી હતી. તે પોતાની કાર જાતે જ ચલાવી રહી હતી. ત્યારે પાછળથી એક ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. અભિનેત્રીએ હવે એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં તેના અકસ્માત વિશે વાત કરીને માહિતી આપી છે.હેતલ યાદવે કહ્યું- મેં રાત્રે લગભગ 8.45 વાગ્યે પેકઅપ કર્યું, ત્યારપછી હું ફિલ્મ સિટીથી ઘરે જવા રવાના થઈ. હું જેવીએલઆર હાઈવે પર પહુંચી કે તરત જ એક ટ્રકે મારી કારને પાછળથી ટક્કર મારી. ટ્રક મારી કારને ધક્કો મારતા મારતા છેક કિનારા તરફ ધકેલી દીધી હતી. મારી કાર પડી જવાની હતી. કોઈક રીતે, હિંમત ભેગી કરીને, મેં કાર રોકી અને મારા પુત્રને કોલ કર્યો. મેં મારા પુત્રને આ અંગે પોલીસને જાણ કરવા કહ્યું કારણ કે આ ઘટના બાદ હું આઘાતમાં હતી.જોકે આ અકસ્માતમાં હેતલને કોઈ ઈજા થઈ નથી. આ માટે તેણે ભગવાનનો પણ આભાર માન્યો હતો. અભિનેત્રીએ કહ્યું- સદનસીબે મને ઈજા થઈ નથી.
આ સમાચાર પણ વાંચો: Sanjay Gandhi National Park : ગુજરાતના સિંહોને પાલક મળ્યા; વનમંત્રીની હાજરીમાં સિહો પીંજરુ છોડીને મુક્ત વિહાર કરશે.
હેતલ નું વર્ક ફ્રન્ટ
હેતલની વાત કરીએ તો આ દિવસોમાં તે ઇમલી શોમાં શિવાની રાણા બનીને ચાહકોને પ્રભાવિત કરી રહી છે. ટેલિવિઝનની દુનિયામાં તે એક મોટું નામ છે.હેતલ છેલ્લા 25 વર્ષથી એક્ટિંગ જગતમાં સક્રિય છે. તેને સૌથી વધુ લોકપ્રિયતા ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં તેના વકીલ ના પાત્રથી મળી હતી. અભિનેત્રીના અકસ્માતના સમાચાર સામે આવતા જ તેના તમામ ચાહકો પરેશાન થઈ ગયા હતા. જોકે હવે તેમણે રાહતનો શ્વાસ લીધો છે.
Join Our WhatsApp Community