News Continuous Bureau | Mumbai
બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને ( aryan khan ) ભલે હજુ ફિલ્મોમાં પગ ન મૂક્યો હોય, પરંતુ તેની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે. તે દરરોજ હેડલાઇન્સ માં રહે છે. હાલમાં જ તેનું નામ બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી સાથે જોડાયું હતું અને હવે તે પાકિસ્તાની એક્ટ્રેસ સાદિયા ખાન ( pakistani actress sadia khan ) સાથે રિલેશનશિપમાં હોવાના ( viral ) અહેવાલ છે.
પાકિસ્તાની અભિનેત્રી સાથે ની તસવીર થઇ વાયરલ
તાજેતરમાં નોરા અને આર્યનને લઈને ચર્ચાઓ શરૂ થઈ હતી, પરંતુ હવે તેની પાકિસ્તાની અભિનેત્રી સાદિયા ખાન સાથેની તસવીર વાયરલ થઈ રહી છે, જેના પછી ફરી અફવાઓનું બજાર ગરમ થઈ ગયું છે. આ ફોટો વાયરલ થયા બાદ અટકળો વહેતી થઈ રહી છે કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે.સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં આર્યન ખાન પાકિસ્તાની અભિનેત્રી સાદિયા ખાન સાથે પોઝ આપતો જોવા મળી રહ્યો છે. ફોટામાં નોંધનીય બાબત એ છે કે બંને ખૂબ નજીક ઉભા છે. હાલ તો એ બહાર આવ્યું નથી કે આ તસવીર ક્યાંની છે, પરંતુ બંનેની ડેટિંગ ચોક્કસપણે ચર્ચા નો વિષય બની ગયો છે.
View this post on Instagram
આ સમાચાર પણ વાંચો: ટ્વીટર પર અમિતાભ બચ્ચનથી થઈ ભૂલ, જાણો એવું તે શું લખ્યું હતું પોસ્ટ માં કે,માફી માંગ્યા પછી પણ બન્યા ટ્રોલ્સ નો શિકાર
કોણ છે પાકિસ્તાની અભિનેત્રી સાદિયા ખાન
સાદિયા ખાન પાકિસ્તાનની પ્રખ્યાત અભિનેત્રીઓમાંની એક છે. તેને ફિલ્મો ની સાથે ટીવીમાં પણ કામ કર્યું છે. તે ‘ખુદા’ અને ‘મોહબ્બત’ શો માટે જાણીતી છે. આ સાથે અભિનેત્રી ‘લા, ખુદા’ અને ‘મોહબ્બત 2’, ‘શાયદ’, ‘મરિયમ પરેરા’ અને ‘અબ્દુલ્લા ધ ફાઈનલ વિટનેસ’ માં જોવા મળી છે.
Join Our WhatsApp Community