News Continuous Bureau | Mumbai
બોલિવૂડ સ્ટાર કંગના રનૌત ફરી એકવાર ટ્વિટરની દુનિયામાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.અભિનેત્રી કંગના રનૌત ને તેની વિવાદાસ્પદ ટિપ્પણી ને કારણે ટ્વિટર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવી હતી. લાંબા સમય બાદ અભિનેત્રી કંગના રનૌતે ફરી ટ્વિટરની દુનિયામાં એન્ટ્રી કરી છે. આટલું જ નહીં, રસપ્રદ વાત એ છે કે અભિનેત્રી બોલિવૂડ સ્ટાર કંગના રનૌતે ટ્વિટરની દુનિયામાં પગ મૂકતા ની સાથે જ મોટો ધમાકો કર્યો છે. અભિનેત્રીએ એક વીડિયો દ્વારા ટ્વિટ કરીને તેની આગામી ફિલ્મ ઈમરજન્સીના શૂટિંગ કમ્પ્લીટ થયાની જાહેરાત કરી છે. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ બે ટ્વિટ કર્યા છે. પહેલા ટ્વિટમાં અભિનેત્રીએ ટ્વિટરની દુનિયામાં પાછા ફરવાની વાત કરી હતી. જ્યારે અન્ય એક ટ્વિટમાં અભિનેત્રીએ તેની ફિલ્મ ઈમરજન્સીની રિલીઝ ડેટ ની જાહેરાત કરી છે.
કંગના રનૌતે ફિલ્મ ‘ઈમરજન્સી’ ની રિલીઝ ડેટ કરી જાહેર
કંગના રનૌતે તેના પહેલા ટ્વીટ માં કહ્યું, ‘બધાને નમસ્કાર, અહીં આવીને આનંદ થયો.’ જ્યારે બીજી ટ્વિટમાં અભિનેત્રીએ તેની ફિલ્મ ઈમરજન્સી નું શૂટિંગ પૂર્ણ થવાની માહિતી આપી હતી. અભિનેત્રી કંગના રનૌતની આ ટ્વિટ્સ તમે અહીં જોઈ શકો છો. અન્ય ટ્વિટમાં, અભિનેત્રીએ કહ્યું, ‘અને તે સમાપ્ત થઈ ગયું… ઈમરજન્સી શૂટિંગ પૂરું થઈ ગયું. 20 ઓક્ટોબર 2023 ના રોજ સિનેમાઘરોમાં મળીશું.
Hello everyone, it’s nice to be back here 🙂
— Kangana Ranaut (@KanganaTeam) January 24, 2023
And it’s a wrap !!!
Emergency filming completed successfully… see you in cinemas on 20th October 2023 …
20-10-2023 🚩 pic.twitter.com/L1s5m3W99G— Kangana Ranaut (@KanganaTeam) January 24, 2023
કંગના રનૌત 2 વર્ષ પછી ટ્વિટર પર પાછી આવી
તમને જણાવી દઈએ કે અભિનેત્રી કંગના રનૌત ને મે 2021માં ટ્વિટર દ્વારા અપ્રિય ભાષણ ફેલાવવાના અને અપમાનજનક વર્તન ના આરોપોને કારણે પ્રતિબંધિત કરવામાં આવી હતી. કંગનાએ નફરત ફેલાવવા માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. બંગાળની ચૂંટણી દરમિયાન થયેલી હિંસા સામે કંગનાએ વિવાદાસ્પદ ટ્વિટ કર્યું હતું. આ પછી કંગનાનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું હતું.અભિનેત્રી કંગના રનૌત ત્યારથી સોશિયલ મીડિયા હેન્ડલ ટ્વિટર થી દૂર હતી. હવે લગભગ 2 વર્ષ બાદ અભિનેત્રી કંગના રનૌત ફરી ટ્વિટરની દુનિયામાં પગ મુકી રહી છે.
Join Our WhatsApp Community