News Continuous Bureau | Mumbai
કાર્તિક આર્યનના ફેન્સ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભૂલ ભૂલૈયા 2 ની શાનદાર સફળતા બાદ હવે તેના નિર્માતાઓએ ફિલ્મનો ત્રીજો ભાગ બનાવવાનું નક્કી કર્યું છે. છેલ્લા ઘણા દિવસોથી આ ફિલ્મ વિશે અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે ભૂલ ભૂલૈયા 3 ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
કાર્તિક આર્યને શેર કર્યું ટીઝર
સોશિયલ મીડિયા પર, અભિનેતા કાર્તિક આર્યને ચાહકો સાથે એક ટીઝર શેર કર્યું છે અને પુષ્ટિ કરી છે કે ટૂંક સમયમાં દર્શકોને ભૂલ ભૂલૈયા 3 જોવા મળશે. 57 સેકન્ડના ટીઝરમાં, કાર્તિક આર્યન ફરીથી ભૂતિયા હવેલીની અંદર જોવા મળે છે. આ દરમિયાન તેનો જોરદાર ડાયલોગ પણ સાંભળવા મળે છે. કાર્તિક કહે છે, “તમને શું લાગ્યું કહાની ખતમ થઇ ગઈ? દરવાજા તો હોય જ છે ખોલવા માટે.” આ વીડિયોમાં કાર્તિક આગળ કહે છે કે હું માત્ર આત્માઓ સાથે જ વાત નથી કરતો, પરંતુ આત્માઓ પણ મારી અંદર આવે છે.
#RoohBaba Returns Diwali 2024 🙏🏻#BhoolBhulaiyaa3 🤙🏻💥 pic.twitter.com/JxtTZS0DDZ
— Kartik Aaryan (@TheAaryanKartik) March 1, 2023
આ તારીખે રિલીઝ થશે ભૂલ ભુલૈયા 3
તમને જણાવી દઈએ કે ફરી એકવાર ફિલ્મના નિર્દેશનની કમાન અનીસ બઝમી ના હાથમાં આપવામાં આવી છે. તેનું નિર્માણ ટી-સીરીઝ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ હોરર કોમેડી 2024 ની દિવાળી માં રિલીઝ થવાની છે.ઉલ્લેખનીય છે કે, 2022માં કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરનાર ફિલ્મોની યાદીમાં સામેલ હતી. આ ફિલ્મની સફળતાએ કાર્તિક આર્યનની કારકિર્દીને નવો વળાંક આપ્યો હતો.
Join Our WhatsApp Community