News Continuous Bureau | Mumbai
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય કપલમાંથી એક સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ટૂંક સમયમાં જ પોતાના જીવનની નવી ઈનિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. કપલ રાજસ્થાનમાં લગ્ન કરવા જઈ રહ્યું છે. બન્ને ના પ્રિ વેડિંગ સેરેમની શરૂ થઇ ગઈ છે. બન્ને 7 ફેબ્રુઆરી એ લગ્ન ના બંધન માં બઁધાશે. તો ચાલો જાણીએ કે લગ્ન પછી સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ની કુલ સંપત્તિ કેટલી હશે.
સિદ્ધાર્થ-કિયારા ની એક ફિલ્મ ની ફીસ
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના ટોપ સ્ટાર્સમાંના એક છે. બંને સ્ટાર્સે પોતાની એક્ટિંગના દમ પર ઘણી કમાણી કરી છે. આ સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી જાહેરાતોમાંથી પણ કમાણી કરે છે.સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી એક ફિલ્મ માટે કરોડો રૂપિયા લે છે. સિદ્ધાર્થ મલ્હોત્રા એક ફિલ્મ માટે 7-8 કરોડ રૂપિયા લે છે, જ્યારે કિયારા અડવાણી એક ફિલ્મ માટે 4-5 કરોડ રૂપિયા લે છે.સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ઘણી બ્રાન્ડ્સને એન્ડોર્સ કરે છે. સિદ્ધાર્થ મલ્હોત્રા એક બ્રાન્ડ માટે 4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે, જ્યારે કિયારા અડવાણી 2 થી 3 કરોડ રૂપિયા લે છે.
સિદ્ધાર્થ-કિયારા ની નેટવર્થ
મીડિયા રિપોર્ટ્સ મુજબ, સિદ્ધાર્થ મલ્હોત્રાની અત્યાર સુધીની કુલ સંપત્તિ 80 કરોડ રૂપિયા છે. તે જ સમયે, કિયારા અડવાણીની કુલ સંપત્તિ 23 કરોડ રૂપિયા છે. આ રીતે, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની સંયુક્ત સંપત્તિ 103 કરોડ રૂપિયા થશે.સિદ્ધાર્થ મલ્હોત્રાનું મુંબઈમાં આલિશાન ઘર છે અને તેની પાસે ખૂબ જ મોંઘી ગાડીઓ છે. બીજી તરફ કિયારા અડવાણી પાસે ઘર અને મોંઘી ગાડીઓ છે. તે ખૂબ જ મોંઘી બ્રાન્ડનો ઉપયોગ કરે છે.સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી છેલ્લા 4 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. જોકે, સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ તેમના સંબંધો અંગે ક્યારેય કોઈ પ્રતિક્રિયા આપી નથી.સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીએ ફિલ્મ ‘શેરશાહ’માં સાથે કામ કર્યું હતું.
Join Our WhatsApp Community