News Continuous Bureau | Mumbai
ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલ ( kl rahul ) ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં જ બોલિવૂડ એક્ટ્રેસ અથિયા શેટ્ટી ( athiya shetty ) સાથે લગ્ન કરી શકે છે. આ લગ્નની લગભગ તમામ તૈયારીઓ થઈ ગઈ છે. રાહુલે પણ ક્રિકેટમાંથી રજા લઈ લીધી છે.દરમિયાન રાહુલ અને આથિયા શેટ્ટીએ તાજેતરમાં દુબઈ પહોંચીને નવા વર્ષની ઉજવણી કરી હતી.આ પછી બંને એકસાથે 2 જાન્યુઆરીએ ભારત પરત ફર્યા છે. આ દરમિયાન પાપારાઝીએ રાહુલ અને આથિયાને એરપોર્ટ પર કેમેરામાં કેદ કરી લીધા હતા.
કેએલ રાહુલ થયો ટ્રોલ
એરપોર્ટ પર જ એક ઘટના બની, જ્યારે પાપારાઝી રાહુલને આથિયા સાથે ફોટોગ્રાફ્સ ક્લિક કરવા વિનંતી કરતા રહ્યા, પરંતુ ભારતીય ક્રિકેટરે તેની સંપૂર્ણ અવગણના કરી. રાહુલના આ વલણને કારણે તેને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં, અથિયા સૌથી પહેલા એરપોર્ટની બહાર નીકળતી જોવા મળી હતી. આ પછી રાહુલ બહાર આવ્યો. આ દરમિયાન પાપારાઝીએ રાહુલને કહ્યું- ‘ભાઈ, એક સાથે ફોટો મળી શકશે?’ પાપારાઝી કહેતા રહ્યા, પરંતુ રાહુલે કોઈ ધ્યાન આપ્યું નહીં.રાહુલ અને આથિયા એરપોર્ટથી અલગ-અલગ બહાર આવ્યા, પણ એક જ કારમાં બેસી ને નીકળી ગયા.
View this post on Instagram
આ તારીખે થઇ શકે છે લગ્ન
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કેએલ રાહુલ અને આથિયા 21 થી 23 જાન્યુઆરી સુધી લગ્ન કરી શકે છે.21 જાન્યુઆરીથી પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થશે, જેમાં હલ્દી, મહેંદી અને સંગીત રાખવામાં આવશે.આ માટે કેએલ રાહુલે ભારતીય ટીમમાંથી રજા લઈ લીધી છે.આથિયાના પિતા સુનીલ શેટ્ટીએ પણ તાજેતરમાં કહ્યું હતું કે બંને જલ્દી લગ્ન કરશે આ લગ્ન સુનીલ શેટ્ટીના ખંડાલા ફાર્મહાઉસ ‘જહાન’ થઈ શકે છે. બંનેના પરિવારજનોએ આ લગ્નની સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.
Join Our WhatsApp Community