News Continuous Bureau | Mumbai
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની પીઢ અભિનેત્રી મીનાક્ષી શેષાદ્રીએ(Meenakshi sheshadri) 80-90ના દાયકામાં પોતાના શ્રેષ્ઠ અભિનયથી લોકોને દિવાના બનાવ્યા હતા. તેણે ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે જો કે, મીનાક્ષી શેષાદ્રી અચાનક તેની ફિલ્મી કારકિર્દી( carrier) છોડીને ગાયબ થઈ ગઈ. હવે તેણે સિંગિંગ રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ 13'(Indian idol 23)ના સ્ટેજ પર જણાવ્યું છે કે તે ક્યાં હતી અને શું કરી રહી હતી. આ સાથે મીનાક્ષી શેષાદ્રીએ 'ઈન્ડિયન આઈડલ 13'ના સ્પર્ધકોનું ગાયન સાંભળ્યું અને તેમના વખાણ કર્યા. આ સાથે તેણે શોના સ્ટેજ પર સ્પર્ધકો સાથે ડાન્સ(dance) પણ કર્યો હતો.
મીનાક્ષી શેષાદ્રી લાંબા સમયથી જાહેર માં જોવા મળી ન હતી અને હવે તે 'ઈન્ડિયન આઈડલ 13'માં જાહેરમાં જોવા મળી હતી. તે આ શોમાં ગેસ્ટ જજ(guest judge) તરીકે પહોંચી હતી. મીનાક્ષી શેષાદ્રીએ શો દરમિયાન પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા મોટા ખુલાસા કર્યા હતા. તેણે કહ્યું, 'હું યુએસ(US) ગઈ, મા બની, પત્ની બની, બધું બની અને શેફ (chef)પણ બની. હું હવે કહી શકું છું કે હું દક્ષિણ ભારતીય શાકાહારી(south indian) ખોરાકને ખૂબ સારી રીતે રાંધું છું. આ કારણે હું તમારા માટે ખાસ તૈયાર કરેલું ભોજન લઈને આવી છું.’
આ સમાચાર પણ વાંચો : બોલિવૂડ રિલેશનશિપ-રણવીર સિંહ અને સોનમ કપૂર વચ્ચે છે ખાસ સંબંધ-અર્જુન કપૂર સાથે પણ છે અનોખો નાતો
તમને જણાવી દઈએ કે,મીનાક્ષી શેષાદ્રીએ પોતાના કરિયરમાં 'હીરો', 'સ્વાતિ', 'દિલવાલા', 'જુર્મ', 'શહેનશાહ', 'ઘાયલ' જેવી ઘણી ફિલ્મોમાં (many films)કામ કર્યું છે. મીનાક્ષી શેષાદ્રીએ 1995માં ઇન્વેસ્ટમેન્ટ બેન્કર હરીશ મૈસૂર સાથે લગ્ન કર્યા અને તેમના પતિ સાથે યુએસમાં (US)સ્થાયી થઇ. તેમને બે બાળકો પણ છે.