News Continuous Bureau | Mumbai
આ દિવસોમાં વેડિંગ રિસેપ્શન દરમિયાન ‘મેરા દિલ યે પુકારે આજા’ ( Mera Dil Yeh Pukaare Aaja ) ગીત પર ડાન્સ ( dances ) કરતી આયેશા નામની પાકિસ્તાની યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ રીલ્સ પર લાખો વખત જોવામાં આવ્યો છે. આ ગીત ટૂંક સમયમાં ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડ થવા લાગ્યું, લોકો એ આયેશાની કોપી કરી ને તેના રીલ્સ પણ બનાવ્યા. હવે આ વીડિયો કેટલાક એડિટેડ વીડિયો પર પણ સતત વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં મિસ્ટર બીનનું ( Mr Bean ) એડિટેડ એક્ટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
View this post on Instagram
મિસ્ટર બીન નો વાયરલ વિડીયો
આ ક્લિપ પ્રખ્યાત કોમેડિયન મિસ્ટર બીન અભિનીત ફિલ્મ મિસ્ટર બીન હોલીડેની છે. જ્યાં મિસ્ટર બીનનો દરેક એપિસોડ લોકોને હસાવે છે. આ ફિલ્મમાં તે ડાન્સ કરતો પણ જોવા મળી રહ્યો છે. મિસ્ટર બીન લતા મંગેશકરના હિટ ટ્રેક ‘મેરા દિલ યે પુકારે આજા’ના પેપી રિમિક્સ બીટ્સ પર ધૂમ મચાવતા જોઈ શકાય છે. જે રીતે વીડિયો એડિટ કરવામાં આવ્યો છે તે તમારા ચહેરા પર સ્મિત લાવશે.’frk.magazine’ દ્વારા શેર કરવામાં આવેલ વીડિયો 4.2 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે અને 1,64,000 વખત લાઈક કરવામાં આવ્યો છે. રીલ જોયા પછી નેટીઝન્સ શાનદાર એડિટના વખાણ કરતા થાકતા નથી. એક યુઝરે ટિપ્પણી કરી, “આ ઓડિયો પર મેં અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ વિડિયો જોયો છે!!” અન્ય યુઝરે લખ્યું, “ઓહ એમજી પરફેક્ટ મેચિંગ.”
આ સમાચાર પણ વાંચો બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાયે આ સવાલનો જવાબ આપીને જીત્યો હતો મિસ વર્લ્ડનો ખિતાબ
View this post on Instagram
પાકિસ્તાની યુવતી નો વાયરલ વિડીયો
થોડા દિવસો પહેલા આયેશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ડાન્સ વીડિયો શેર કર્યો હતો. ડાન્સ દરમિયાન તેણે ગ્રીન સલવાર સૂટ પહેર્યો હતો.વાયરલ ડાન્સ વીડિયોમાં આયશા હળવા મેકઅપ છતાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આજે આયેશા પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા સેન્સેશન બની ગઈ છે.
Join Our WhatsApp Community