અહેવાલો અનુસાર, નોરાએ ( Nora Fatehi ) જેકલીન ( Jacqueline Fernandes ) વિરુદ્ધ દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં માનહાનિનો કેસ ( defamation case ) દાખલ કર્યો છે . નોરાએ આ મામલે અનેક મીડિયા હાઉસ સામે માનહાનિનો કેસ પણ દાખલ કર્યો છે. નોરા ફતેહીનો આરોપ છે કે ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખર સાથે સંકળાયેલા 200 કરોડ ( Rs 200 cr ) રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં તેના નામનો બળજબરીથી ઉપયોગ કરવામાં આવ્યો છે. અભિનેત્રીનું કહેવું છે કે સુકેશ સાથે તેનો સીધો સંપર્ક નહોતો. તે સુકેશની પત્ની લીના મારિયા પોલ દ્વારા સુકેશને ઓળખતી હતી. નોરાએ સુકેશ ચંદ્રશેખર પાસેથી ભેટ લેવાનો પણ ઈન્કાર કર્યો છે.
નોરા પર લાગ્યો હતો આ આરોપ
નોરાનું કહેવું છે કે સુકેશ ચંદ્રશેખર ફ્રોડ કેસમાં મીડિયા ટ્રાયલથી તેની ઈમેજને ઠેસ પહોંચી છે. જણાવી દઈએ કે જેકલીન અને નોરા બંને મની લોન્ડરિંગ કેસમાં EDના નિશાના પર છે. EDએ બંને અભિનેત્રીઓની અત્યાર સુધી ઘણી વખત પૂછપરછ કરી છે. નોરા ફતેહી પર સુકેશ ચંદ્રશેખર પાસેથી મોંઘી ભેટ લેવાનો પણ આરોપ છે. જોકે નોરાએ દરેક વખતે પૂછપરછ દરમિયાન આ આરોપોને ખોટા કહ્યા છે. એવું કહેવાય છે કે સુકેશે નોરા ફતેહીના જીજા બોબીને 65 લાખની કિંમતની BMW કાર ગિફ્ટ કરી હતી. તે જ સમયે, તપાસમાં સામે આવ્યું હતું કે સુકેશે કારની ઓફર કરી હતી, પરંતુ અભિનેત્રીએ કાર લેવાની ના પાડી દીધી હતી. નોરા કહે છે કે તેને શરૂઆતથી જ આ ડીલ પર શંકા હતી. સુકેશ સતત નોરાને ફોન કરતો હતો, ત્યારબાદ નોરાએ સુકેશનો નંબર બ્લોક કરી દીધો હતો.
આ સમાચાર પણ વાંચો: હવે ટ્વીટ પણ થશે લાંબુંલચક. બે વાક્યોમાં કટાક્ષ ભર્યા શબ્દો નહીં પરંતુ આખે આખો નિબંધ સમાઈ જશે. જાણો ટ્વિટર ની નવી યોજના વિશે.
આ રીતે થઇ હતી નોરા ની સુકેશ સાથે ઓળખાણ
અહેવાલો અનુસાર, નોરા ફતેહીએ તપાસ દરમિયાન EDને કહ્યું હતું કે તે એક કાર્યક્રમમાં સુકેશની પત્ની લીનાને મળી હતી. લીના એ નોરાને બ્રાન્ડેડ બેગ અને આઈફોન આપ્યા હતા. આ દરમિયાન લીનાએ નોરાને કહ્યું કે સુકેશ તેનો મોટો ફેન છે. લીનાએ સુકેશ અને નોરાને ફોન પર વાત કરાવી હતી. જ્યાં સુકેશે નોરાનો ફેન હોવાની વાત કરી હતી. લીના પછી જણાવે છે કે સુકેશ ટોકન તરીકે નોરાને BMW આપવા જઈ રહ્યો છે. બાદમાં જ્યારે નોરાને શેખર નામના વ્યક્તિનો ફોન આવ્યો તો તેણે કાર લેવાની ના પાડી દીધી. નોરા તેના સંબંધી બોબીને શેખર સાથે ડીલ કરવા કહે છે અને બોબીને શેખરને કાર નકારવા કહે છે. બોબી પછી શેખરને કહે છે કે નોરાને કાર નથી જોઈતી. આ પછી શેખરે બોબીને BMW ઓફર કરી. બાદમાં બીજી ડીલ હેઠળ BMW લેવામાં આવી, જે બોબીના નામે રજીસ્ટર છે.