ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 14 ઑક્ટોબર, 2021
ગુરુવાર
બૉલિવુડની પ્રખ્યાત અભિનેત્રી અનુષ્કા શર્મા સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર બહુ સક્રિય નથી. તે ચાહકો સાથે ઘણી ઓછી પોસ્ટ્સ શૅર કરે છે. આ દરમિયાન તાજેતરમાં ચાહકોને એક સરપ્રાઇઝ આપતાં તેણે તેની પુત્રી વામિકા સાથે ખૂબ જ સુંદર ફોટો શૅર કર્યો છે. આ ફોટોમાં તે પોતાની દીકરી સાથે રમતી જોવા મળી રહી છે. અનુષ્કાએ દુર્ગા અષ્ટમી નિમિત્તે આ તસવીર શૅર કરી છે અને દીકરીને દેવીનું બળ મળે એવી શુભેચ્છા પાઠવી છે. મા-દીકરીની આ તસવીર સામે આવતાં જ ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે.
અનુષ્કા શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર શૅર કરેલી તસવીરમાં તેણે પોતાની દીકરીનો ચહેરો બતાવ્યો નથી. પુત્રીની તસવીર શૅર કરતાં અનુષ્કા શર્માએ લખ્યું છે કે : તું મને દરરોજ વધુ બહાદુર અને મજબૂત બનાવે છે. પ્રિય વામિકા, તને હંમેશાં ખુદમાં દેવી જેવી શક્તિ. હૅપ્પી અષ્ટમી.
બંનેના આ ફોટો પર ચાહકોની સાથે સાથે અનેક સેલિબ્રિટીઝની પ્રતિક્રિયાઓ પણ મળી રહી છે. દરેક વ્યક્તિને માતા-પુત્રીનું બંધન ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. હવે આ ફોટો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.
રાજાશાહી ભોજન ખાવા ટેવાયેલા આર્યન ખાનને જેલમાં આ બે વસ્તુ ખાઈને કરવો પડે છે ગુજારો; જાણો વિગત
નોંધનીય છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માનાં લગ્નને ચાર વર્ષ વીતી ગયાં છે. બંનેએ ઇટાલીમાં લગ્ન કર્યાં. લગ્ન પહેલાં બંને ઘણાં વર્ષોથી રિલેશનશિપમાં હતાં. આ જ વર્ષે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરે પુત્રી વામિકાનો જન્મ થયો હતો.