News Continuous Bureau | Mumbai
74માં ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારો ની યાદી બહાર પાડવામાં આવી છે. આ વખતે લગભગ 106 લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ યાદીમાં 6 પદ્મ વિભૂષણ, 9 પદ્મ ભૂષણ અને 91 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. 19 પુરસ્કાર વિજેતા મહિલાઓ છે. રવિના ટંડન અને ‘નાટુ નાટુ’ ગીત ના સંગીતકાર એમએમ કીરાવાણીને પદ્મશ્રીથી નવાજવામાં આવશે. જ્યારે ઝાકિર હુસૈન (તબલા વાદક)ને પદ્મ વિભૂષણ થી સન્માનિત કરવામાં આવશે. આ સિવાય કલા ક્ષેત્રના અનેક દિગ્ગજ વ્યક્તિઓના નામ પદ્મ પુરસ્કાર વિજેતાઓની યાદી માં સામેલ કરવામાં આવ્યા છે.
યાદીમાં સામેલ છે આ નામો
ઝાકિર હુસૈન (તબલા વાદક)ને પદ્મ વિભૂષણ માટે સન્માનિત કરવામાં આવ્યા છે. તેમજ, વાણી જયરામ અને સુમન કલ્યાણપુર નું નામ પદ્મ ભૂષણ ની યાદીમાં છે.આ ઉપરાંત જોધૈયાબાઈ બૈગા, પ્રેમજીત બારિયા, ઉષા બરલે, હેમંત ચૌહાણ, ભાનુભાઈ ચિત્રા, હેમોપ્રોવા, સુભદ્રા દેવી, હેમચંદ્ર ગોસ્વામી, પ્રિતિકના ગોસ્વામી, શ્રી અહેમદ હુસૈન અને શ્રી મોહમ્મદ હુસૈન, શ્રી દિલશાદ હુસૈન, એમ.એમ.કીરાવાણી, મહીપત. કવિ, પરશુરામ કોમાજી ખૂને, મગુની ચરણ, ડોમર સિંહ, રાઇઝિંગબોર, રાની, અજય કુમાર, નાડોજી, રમેશ પરમાર- શાંતિ પરમાર, ક્રિષ્ના પટેલ, કે કલ્યાણ સુંદરમ, કપિલ દેવ પ્રસાદ, શાહ રશીદ અહમદ કાદરી, સીવી રાજુ, મંગલ કાંતિ રોય, કે.સી. , ઋત્વિક સાન્યાલ, કોટા સચ્ચિદાનંદ, નેહુનુઓ સોરહી, મોઆ સુબોંગ, રવિના ટંડન, કુમી નરીમાન વાડિયા, ગુલામ મોહમ્મદના નામ આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. 91 હસ્તીઓને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. આ યાદીમાં અન્ય ક્ષેત્રના ઘણા મોટા નામ સામેલ થયા છે.
પ્રજાસતાક દિવસે જાહેર થાય છે યાદી
જાણકારી માટે તમને જણાવી દઈએ કે પદ્મ પુરસ્કારો – પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો માંથી એક છે. 1954 થી, દર વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસર પર આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. આ સન્માન કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, ચિકિત્સા અને સામાજિક કાર્યના ક્ષેત્રોમાં ઘણા અસંખ્ય નાયકોને આપવામાં આવે છે.