પઠાણે’ કરી ‘RRR’ ના જીતની ભવિષ્યવાણી, ઓસ્કારમાં રામ ચરણ ના ફિલ્મ ની એન્ટ્રી પર શાહરૂખ ખાને વ્યક્ત કરી પોતાની ઈચ્છા, કહી આવી વાત

ઓસ્કારમાં RRRની એન્ટ્રી પર શાહરૂખ ખાન ખૂબ જ ખુશ છે અને તેણે રામ ચરણને પોતાની દિલની ઈચ્છા વ્યક્ત કરી છે.

by Dr. Mayur Parikh
pathaan fame shahrukh khan made statement on ram charan film rrr oscars

News Continuous Bureau | Mumbai

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી મોટી એવોર્ડ ઈવેન્ટ્સમાંથી એક, ઓસ્કાર 2023ની જાહેરાત કરવામાં આવી છે. ધ એકેડમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સે આ વર્ષે ઓસ્કાર નોમિનેશન માટે પસંદ કરેલી 301 ફીચર ફિલ્મોની યાદી બહાર પાડી છે. રસપ્રદ વાત એ છે કે આ લિસ્ટમાં રામ ચરણ અને જુનિયર એનટીઆરની ફિલ્મ RRR, આલિયા ભટ્ટની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’, ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. તે જ સમયે, શાહરૂખ ખાને આ સમાચાર પર પ્રતિક્રિયા આપી છે.

 રામ ચરણે કરી પઠાણ ના ટ્રેલર ની પ્રશંસા

વાસ્તવમાં, RRR સ્ટાર રામ ચરણે શાહરૂખ ખાનની ફિલ્મ ‘પઠાણ’ ના ટ્રેલર ની પ્રશંસા કરી હતી, જેના પર પ્રતિક્રિયા આપતા શાહરૂખે ‘RRR’ ને ઓસ્કાર લિસ્ટમાં સ્થાન મળવાની વાત કરી હતી. તેણે ઓસ્કાર માટે દિલથી ઈચ્છા વ્યક્ત કરી. શાહરૂખ ખાને ટ્વિટ કરીને લખ્યું- ‘આભાર મારા મેગા પાવર સ્ટાર રામ ચરણ. જ્યારે તમારી ‘RRR’ ટીમ ભારતમાં ઓસ્કાર લાવશે ત્યારે મને તેને સ્પર્શ કરવા દેજો. લવ યુ’.શાહરૂખની આ પોસ્ટથી સ્પષ્ટ છે કે તે દિલથી ઓસ્કાર વિજેતા કલાકારોની યાદીમાં સામેલ થવા માંગે છે. તે RRR દ્વારા પોતાની ઈચ્છા પૂરી કરશે. શાહરૂખની વિનંતી પર પ્રતિક્રિયા આપતા રામ ચરણે લખ્યું- ‘હા બિલકુલ શાહરુખ સર, એવોર્ડ ફક્ત ભારતીય સિનેમા માટે છે.

આર માધવન ની ‘રોકેટ્રી ધ નામ્બી ઇફેક્ટ’ ઓસ્કારની પ્રથમ યાદી માટે થઇ પસંદ, આ ફિલ્મો પણ થઇ સામેલ!

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ

શાહરૂખ ખાનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતા આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘પઠાણ’ ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મથી શાહરૂખ ખાન ચાર વર્ષ પછી ફિલ્મી પડદે પરત ફરવા જઈ રહ્યો છે. ‘પઠાણ’માં દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ આ મહિનાની 25 તારીખે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

Join Our WhatsApp Community

You may also like