News Continuous Bureau | Mumbai
ટીવીની દુનિયામાં, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ( taarak mehta ka ooltah chashmah ) એક એવો શો છે, જે 14 વર્ષથી માત્ર દર્શકોનું મનોરંજન જ નથી કરી રહ્યો, પરંતુ TRP લિસ્ટમાં પણ ટોચ પર છે. આ શો સાથે સંકળાયેલા દરેક ( munmun dutta ) પાત્રની પોતાની અલગ ફેન ફોલોઈંગ છે. ભૂતકાળમાં, ઘણા જૂના સ્ટાર્સ આ શોથી અલગ થઈ ગયા છે, જેમના દર્શકો હજુ પણ તેમની વાપસીની રાહ જોઈ રહ્યા છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપ્પુની ભૂમિકા ભજવનાર રાજ અનડકટે ( raj anadkat ) પણ શો છોડી દીધો છે. ( affair )આ સમાચાર પર મહોર લગાવતા, રાજ અનડકટે સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ પણ શેર કરી હતી.
રાજ અને મુનમુન દતા ના અફેર ની ચર્ચા
રાજ અનડકટના શોને અલવિદા કહીને તેના ચાહકો ઉદાસ છે. દરમિયાન, એક ઈન્ટરવ્યુ દરમિયાન રાજ અનડકટે સીરિયલમાં બબીતા જીનું પાત્ર ભજવતી મુનમુન દત્તા સાથે ચાલેલી અફેરની અફવાઓ પર વાત કરી હતી. આ વર્ષની શરૂઆતમાં, સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાઈ હતી કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ટપુ અને બબીતા જીનું અફેર હતું. જણાવી દઈએ કે રાજ અનડકટ અને મુનમુન દત્તા વચ્ચે 9 વર્ષનું અંતર છે. આવી સ્થિતિમાં, જ્યારે બંનેના અફેરના સમાચાર સામે આવ્યા, ત્યારે મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને લોકો ની ક્લાસ લીધી હતી.
આ સમાચાર પણ વાંચો: કોંગ્રેસનો અત્યાર સુધીનો શરમજનક દેખાવ, સાંજે ભાજપ કાર્યાલય ખાતે પીએમ કરશે સંબોધન
રાજ અનડકટે કર્યો ખુલાસો
એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂ માં જ્યારે રાજ અનડકટ ને આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે કેટલાક લોકો આ વિશે વાત કરતા હતા. પરંતુ આ તરફ ધ્યાન આપવાને બદલે તેણે પોતાના કામમાં વ્યસ્ત રહેવાનું પસંદ કર્યું. રાજ આનંદકટે કહ્યું, “ગોસિપ એ કલાકારના જીવનનો એક ભાગ છે. હું મારા કામ પર ધ્યાન આપું છું અને આ બાબતોને નજરઅંદાજ કરું છું. મેં વિક્ષેપો ટાળવાનો પ્રયાસ કર્યો. હું અફવાઓથી પરેશાન નથી થતો.” રાજ અનડકટે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ભવ્ય ગાંધીની જગ્યા લીધી. રાજ અનડકટના અલગ થયા બાદ સિરિયલના મેકર્સ ફરી એકવાર નવા ‘ટપ્પુ’ની શોધમાં છે. સમાચારોનું માનીએ તો રાજ અનડકટ ટૂંક સમયમાં બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.
Join Our WhatsApp Community