News Continuous Bureau | Mumbai
રાખી સાવંતે તાજેતરમાં જ તેની માતા ગુમાવી છે અને હવે તેને તેના પતિની બેવફાઈ વિશે ખબર પડી રહી છે. રાખી સાવંતે મીડિયા સામે આવીને આદિલ ની છેતરપિંડી વિશે જણાવ્યું છે. હાલમાં જ તેના ઘણા વીડિયો સામે આવી રહ્યા છે. જેમાં તે દાવો કરી રહી છે કે આદિલનું અફેર તેની એક્સ ગર્લફ્રેન્ડ સાથે હજુ પણ ચાલી રહ્યું છે. આટલું જ નહીં રાખીએ એ પણ ખુલાસો કર્યો કે તેની પાસે આદિલ વિરુદ્ધ ઘણા પુરાવા છે. રાખી સાવંત તાજેતરમાં મીડિયા સામે આવી હતી અને તેણે ખુલાસો કર્યો હતો કે તેનું લગ્ન જોખમમાં છે અને તે પોતાના લગ્નને બચાવવા માંગે છે. તેણે એમ પણ કહ્યું હતું કે લગ્ન કોઈ મજાક નથી, આ પછી રાખી ફરી સામે આવી છે અને પાપારાઝી ની સામે રડતી જોવા મળી છે.
રાખી એ આદિલ પર લગાવ્યા આરોપ
હાલમાં જ રાખી સાવંતના ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં તે રડતી જોવા મળી રહી છે. રાખી કહે છે કે આદિલે તેની સાથે છેતરપિંડી કરી છે અને તેણે તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ ને હજુ સુધી બ્લોક કરી નથી. રાખીએ જણાવ્યું કે જ્યારે તે ‘બિગ બોસ મરાઠી’ માં દોઢ મહિના સુધી હતી ત્યારે આદિલે તેની સાથે છેતરપિંડી કરી હતી. જ્યારે તેને આ વિશે ખબર પડી તો લોકોએ કહ્યું કે આદિલ ને વધુ એક તક આપવી જોઈએ, પરંતુ તેણે આદિલને ઘણી તકો આપી અને તે સુધરી રહ્યો છે. રાખી એ આદિલ ને એવી ધમકી પણ આપી હતી કે તે સુધરે નહીંતર સારું નહીં થાય. રાખી સાવંત રડતી જોવા મળી રહી છે કે તે પોતાના લગ્ન બચાવવા માંગે છે.
View this post on Instagram
રાખીની માતા ના નિધન બાદ આદિલે વધાર્યું અંતર
તમને જણાવી દઈએ કે, 29 જાન્યુઆરીએ રાખી સાવંતની માતાનું અવસાન થયું હતું. તેની માતા લાંબા સમયથી કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહી હતી. તે સમયે આદિલ તેની સાથે હતો પરંતુ રાખી ની માતા ના મૃત્યુ બાદ આદિલ રાખી સાથે જોવા મળ્યો નથી. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે રાખી સાવંતે આદિલ સાથે લગ્ન કરવા માટે પોતાનો ધર્મ પણ બદલી નાખ્યો હતો. તેણે આઠ મહિના પહેલા આદિલ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ તેના પતિની સલાહ પર જ રાખીએ આ વાત બધાથી ગુપ્ત રાખી હતી, પરંતુ હવે રાખીએ આખી દુનિયાને જણાવી દીધું છે કે તે પરિણીત છે.
Join Our WhatsApp Community