News Continuous Bureau | Mumbai
તાજેતરમાં આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન કરનાર બોલિવૂડ એક્ટ્રેસ રાખી સાવંત ( Rakhi Sawant ) ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. રાખી આજે બપોરે 3 વાગે તેની ડાન્સ એકેડમી લોન્ચ કરવાની હતી. પરંતુ તેની ખુશી મનાવતા પહેલા જ તે કાયદાકીય મુશ્કેલીઓમાં ફસાઈ ગઈ છે. મુંબઈ પોલીસે ( Mumbai Police ) બોલિવૂડની ‘ડ્રામા ક્વીન’ અભિનેત્રી રાખી સાવંતને ( detained ) કસ્ટડીમાં લીધી છે અને પોલીસ સ્ટેશનમાં તેની પૂછપરછ ચાલી રહી છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ રાખી સાવંત પર આરોપ છે કે તેણે થોડા સમય પહેલા એક મહિલા મોડલના વાંધાજનક ફોટા અને વીડિયો સર્ક્યુલેટ કર્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, રાખી સાવંતને પૂછપરછ માટે સતત બોલાવવામાં આવી રહી હતી, પરંતુ તે આવી રહી ન હતી. આ પછી આજે પોલીસની એક ટીમ તેના ઘરે ગઈ હતી અને તેની અટકાયત કરી હતી અને તેને અંબોલી પોલીસ સ્ટેશન લઈ આવી હતી. હાલમાં રાખી સાવંતની પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો: ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા 2’ માં થઇ ‘તારક મહેતા’ ના જેઠાલાલ ની એન્ટ્રી, મીમ થયો વાયરલ, વિડીયો જોઈ તમે થઇ જશો હસીને લોટપોટ
કહેવામાં આવી રહ્યુ છે કે રાખી સાવંતની આગોતરા જામીનની અરજી ગઈકાલે મુંબઈ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી, ત્યારબાદ આજે તેની ધરપકડ કરવામાં આવી હતી
Join Our WhatsApp Community