News Continuous Bureau | Mumbai
પોતાના અંગત જીવન માટે લાંબા સમયથી ચર્ચામાં રહેલી અભિનેત્રી રાખી સાવંત કામ પર પરત ફરી છે. અભિનેત્રી તાજેતરમાં તેના અંગત જીવન પર આધારિત એક ગીત માટે શૂટિંગ કરતી જોવા મળી હતી અને હવે તેણે દુબઈમાં તેની એક્ટિંગ એકેડમી ખોલી છે. અહીં તે લોકોને ટ્રેનિંગ આપવામાં આવશે જેઓ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું કરિયર બનાવવા માંગે છે.
રાખી સાવંતે ખોલી દુબઇ માં એક્ટિંગ એકેડમી
અભિનેત્રીએ દુબઈમાં એક્ટિંગ એકેડમી સ્કૂલ ખોલી છે. તેના ઓપનિંગ સેરેમની માટે તે દુબઈ જવા રવાના થઈ ગઈ છે. એક્ટ્રેસના કહેવા પ્રમાણે, એક્ટિંગ એકેડમી દરમિયાન લોકોને બોલિવૂડ સાથે જોડાવાનો મોકો મળશે. તેણે આ વિશે મીડિયા સાથે વાત કરી છે અને કહ્યું છે કે, “મેં ખાડી અને અન્ય દેશોના મહત્વાકાંક્ષી કલાકારોને બોલિવૂડમાં કામ કરવાની તાલીમ આપવા માટે અલ કરામા માં એક એકેડમી ખોલી છે.”રાખી સાવંતના આ પગલા માટે તેના ખૂબ વખાણ થઈ રહ્યા છે પરંતુ કેટલાક લોકો તેને આમ કરવા બદલ ટ્રોલ પણ કરી રહ્યા છે. એ વાત જાણીતી છે કે રાખી સાવંતની એક્ટિંગ કરિયર બહુ સફળ રહી નથી.
View this post on Instagram
રાખી એ કર્યો આદિલ સામે ઘરેલું હિંસાનો કેસ
રાખી સાવંત તેના પતિ આદિલ દુર્રાનીને લઈને ઘણા સમયથી ચર્ચામાં હતી. અભિનેત્રીએ લવ મેરેજ કર્યા હતા અને ધર્મ પરિવર્તન પણ કર્યું હતું. પરંતુ થોડા સમય પછી રાખીએ આ સુંદર લગ્નના કેટલાક ભયંકર પાસાઓ બધાની સામે મૂક્યા. રાખી સાવંતે જણાવ્યું કે આદિલનું એક્સ્ટ્રા-મેરિટલ અફેર છે અને તે તેની સાથે મારપીટ કરે છે.ત્યારબાદ રાખી એ આદિલ પર ઘરેલુ હિંસા નો ડકેસ દાખલ કર્યો હતો.હાલમાં આદિલ જેલમાં છે અને તેને જામીન મળ્યા નથી. જ્યારે રાખી સાવંત પોતાના કામમાં વ્યસ્ત છે.
Join Our WhatsApp Community